છોટા ઉદેપુર કલેકટર શ્રી ધામેલિયાના અધ્યક્ષપદે આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

આદિજાતિ સમુદાયના પ્રશ્નોને વાચા આપવા અને મંજૂર થયેલા કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટર શ્રી ધામેલિયાએ અધિકારીઓને સૂચના આપી
આંગણવાડીના બાળકોને પિરસવામાં આવતી ભોજનની ગુણવત્તાની સમયાંતરે ખાતરી કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શિત કરતા કલેક્ટરશ્રી

છોટાઉદેપુર જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે યોજાયેલી આદિજાતિ વિકાસ મંડળની બેઠકને સંબોધતા કલેક્ટર શ્રી અનિલ ધામેલીયાએ વહિવટી તંત્રના અમલીકરણ અધિકારીઓ દ્વારા આદિજાતિ વિકાસ માટે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે કલેક્ટર શ્રી ધામેલિયાએ આદિજાતિ સમુદાયના ગુણવત્તાયુક્ત સુવિધામાં વધારો કરવા માટે મંજૂર કરવામાં આવેલા કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીને રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું
આદિજાતિ સમુદાયના યુવાધનમાં રહેલા કૌશલ્યને ખિલવવા માટે, સ્કીલ ડેવલપમેન્ટ થકી તાલીમ આપવા, યોજનાકીય લાભો, પાયાની અને માળખાકીય સુવિધાઓ, આશ્રમશાળાની દરખાસ્તો, આંગણવાડીમાં બાળકોને પુરુ પાડવામાં આવતા ભોજનની ગુણવત્તા, ક્લાસરૂમ, રસોડું સહિત ભોજન સામગ્રીની ગુણવત્તાને જાળવવા અધિકારીઓને સૂચના આપી હતી. વધુમાં સ્થાનિક બાંધવોના પ્રશ્નોના નિરાકરણ અંગે પણ કલેક્ટર શ્રીએ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં પ્રાયોજના વહિવટદાર શ્રી સચિનકુમાર સહિત સંબંધિત જિલ્લા-તાલુકાના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here