છોટા ઉદેપુરમાં પ્રેસને સંબોધતા રેન્જ આઇજી સંદીપસિંહએ નકલી કચેરી મુદ્દે રૂ.2.96 કરોડ ફ્રીઝ કર્યાની જાહેરાત કરી

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટા ઉદેપુર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ત્રણ દિવસથી રેન્જ આઇજી દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું હતું. જેમાં આજે ઈન્સ્પેકશનના છેલ્લા દિવસે રેન્જ આઇજી સંદીપસિંહ દ્વારા પ્રેસ વાર્તા કરવામાં આવી હતી.
છોટા ઉદેપુર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ત્રણ દિવસથી રેન્જ આઇજી દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. આજે ઇન્સ્પેકશનના છેલ્લા દિવસે રેન્જ આઇજીએ વાર્ષિક પરેડ સહિત વિવિધ કાર્યક્રમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા વિવિધ રમતોમાં રાજ્યસ્તરે ભાગ લઈ વિજેતા બનનાર પોલીસ કર્મચારીઓની સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ ઇન્સ્પેકશન બાદ રેન્જ આઇજી સંદીપસિંહે પ્રેસવાર્તા કરી હતી. જેમાં જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલા અદભુત કામગીરીનો ઉલ્લેખ કરતાં નકલી કચેરી મુદ્દે વાત કરી હતી. આ મામલે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે તપાસ દરમિયાન ચાર કર્મચારીઓ સહિત સાત જનાનિ ધરપકડ કરી અને આરોપીઓના ખાતામાં જમાં રૂ.2.96 કરોડ જેટલી માતબર રકમ ફ્રીઝ કરવામાં આવી હોવાની માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here