રાજપીપળા પાસેના વડિયા ગામે શ્યામવિલા સોસાયટીના બંધ મકાનમાં રુપિયા ૨.૦૭ લાખની ચોરી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પ્રવેશ દ્વારનો નકુચો તોડી ધરમા પ્રવેશી તિજોરીની તોડફોડ કરી ચોરટાઓ પલાયન

નર્મદા જિલ્લામાં બાઇક ચોરી, ઘરફોડ ચોરીના અનેક બનાવો વારંવાર બનતા હોય છે , પોલીસ વિભાગ પણ શુ કરે ચોરટાઓ છાશવારે ચોરી ને અંજામ આપી નવ દો ગ્યારહ થતા હોય છે , હજી ગતરોજ નર્મદા જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ કિરણ વસાવા ની પાર્ક કરેલી કાર ના કાંચ તોડી ચોરી થયાનો મામલો હજી સમયો નથી ને વળી પાછી તુરતજ રાજપીપળા પોલીસ મથકમાં રાજપીપળા નગર ને અડીનેજ આવેલ વડીયા ગામ ખાતે ની એક સોસાયટીમાં બંધ મકાન મા પ્રવેશી ચોરટાઓ એ રુપિયા 2.07 લાખની માલમતા ની ચોરી કરી હોવાનું પ્રકાશ મા આવતા લોકો મા ભારે ફફડાટ ફેલાયો છે.
વડિયા ગામ ખાતે ની શ્યામવિલા સોસાયટીમાં બંધ મકાન માંથી ૨.૦૭ લાખની ચોરી થતા આસપાસના રહીશો ભયભીત થઇ ઉઠયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પાસે ના વડીયા ગામ ખાતે ની શ્યામવિલા સોસાયટીમાં રહેતા વિનિતભાઈ બાબુભાઇ પટેલે પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ તેમનું મકાન બંધ હતું ત્યારે અજાણ્યા ચોરો દ્વારા ઘરના મુખ્ય દ્વારનો નકુચો તોડી ઘરમા પ્રવેશ કરી ઘરની તીજોરીના લોકરનો દરવાજો તોડી તેની અંદરના સીકરેટ લોકરમા પ્લાસ્ટીકની થેલીમા મુકેલ રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા તીજોરીમા કાપડમા કવરમાં મુકેલ રોકડા રૂપિયા ૫૦,૦૦૦/-ની મતાની ચોરી કરી તેમજ સાહેદ કાંતીભાઇ સુકલાલભાઇ ચૌધરી નાઓના મકાનના દરવાજાના નકુચો તોડી ઘરમા પ્રવેશ કરી તીજોરીના લોકરમા મુકેલ ચાંદીના સાંકળા જોડ-૧ આશરે ૧૦૦ ગ્રામ વજનના કિ.રૂ.૫,૦૦૦/- તથા ગલ્લામા મુકેલ આશરે રૂપિયા.૨,૦૦૦/- ની મતા મળી કુલ રૂપિયા.૨,૦૭,૦૦૦/- ની ચોરી કરી ગયા છે ત્યારે આ બાબતે રાજપીપલા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વડીયા ખાતે પોલીસ ચોકી ની માંગ વર્ષોથી ટલ્લે ચઢી

રાજપીપળા નગર ને અડીનેજ આવેલ વડીયા ગામ ખાતે ની અનેક સોસાયટીમાં અવારનવાર ધરફોડ ચોરી થવાના તેમજ વાહનો ની ચોરી થવાના કિસ્સાઓ પ્રકાશ મા આવતા હોય છે , પોલીસ મથકમાં ફરિયાદ પણ થતી હોય છે, ત્યારે આ વિસ્તાર માં વસવાટ કરતા રાજપીપળા નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને નાગરિક બેંક રાજપીપળા ના ડિરેક્ટર તેમજ ભાજપા ના હાલ જીલ્લા ઉપપ્રમુખ પ્રકાશભાઈ વ્યાસે ધણા લાંબા સમયથી વડીયા ગામ ખાતે પોલીસ ચોકી બનાવવા ની માંગ કરી છે , અન્ય સોસાયટીઓના લોકો એ પણ પોલીસ વડા ની કચેરી મા માંગ કરી છે પરંતુ આ વિસ્તાર મા પોલીસ ચોકી બનતી જ નથી !!

વડીયા વિસ્તારમાં થતી છાશવારે ની ચોરી ઓ ને અટકાવવા માટે પોલીસ ચોકી ની તાંતી જરૂર છે શુ આ મામલે જીલ્લા કલેક્ટર સહિત જીલ્લા પોલીસ વડા કોઈ રસ દાખવસે ખરા ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here