છોટાઉદેપુર-વડોદરા હાઇવે પર આવેલું નાળુ જર્જરીત અવસ્થામાં… ભવિષ્યમાં અંઇચ્છીય બનાવ બને તો જવાબદાર કોણ…!!?

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

વડોદરાને છોટાઉદેપુર – વડોદરાને જોડતો નેશનલ હાઇવે ન ૫૬ ઉપર છોટાઉદેપુર ઘેલવાટ ગામ પાસે આવેલ નાળુ ઓરસંગ નદીમાં મળે છે . જે જર્જરિત બનતા અકસ્માતનો ભય ફેલાયો છે . નાળા ઉપરથી મોટા ભારદાર વાહનો પસાર થતા નાળામાં કંપન થતું હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે . ઓરસંગ નદી કિનારે મુખ્ય હાઇવે ઉપર આવેલું હાઇવે ઉપર આવેલું આનાળુ વહેલી તકે રિપેઇર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે . છોટાઉદેપુર થી વડોદરા નેશનલ હાઇવે ઉપરથી રોજના હજારો નાના મોટા વાહનો પસાર છે . જેના ઉપરથી મોટા ભારદારી વાહનો પસાર થતા નાળામાં કંપન થાય છે તેમ વાહનચાલકો જણાવી રહ્યા છે . જેથી રસ્તાની સલામતી જાળવવી એ તંત્રની પ્રાથમિક ફરજ છે . પ્રાપ્ત માહિતી અનુસાર તંત્ર દ્વારા આ અંગે કામગીરી આરંભી દેવામાં આવી છે . પરંતુ કોઈ ગંભીર અકસ્માત સર્જાય અથવા કોઈ નુકસાન થાય તે પહેલાં નાળુ રિપેઇર કરી મજબૂત કરવામાં આવે એ ખાસ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here