છોટાઉદેપુરની આંગણવાડી તેડાગર કાર્યકર બહેનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડગા વાગી રહ્યા છે નજીક ના દિવસોમાં ગુજરાત વિધાન સભાની ચૂંટણીની જાહેરાત ની સંભાવના છે જેવા સમયે સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ તેઓની વિવિધ માગણીઓ લઈ સરકાર ને ભીંસ માં લઇ રહ્યા છે છોટાઉદેપુર વિસ્તારની આંગણવાડી તેડાગર કાર્યકર બહેનો પણ તેઓની 10 જેટલી વિવિધ માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે જે અંતર્ગત આજરોજ તારીખ 13 મી સપ્ટેમ્બર મંગળવારે આંગણવાડી તેડાગર કાર્યકર બહેનો જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત થઈ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પારુલ વસાવાને આવેદનપત્ર આપી તેઓની રજૂઆત ઉપર સુધી પહોંચાડવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પારુલ વસાવા આંગણવાડી બહેનોની રજૂઆત શાંતિથી સાંભળી તેઓની રજૂઆત ઉપર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here