છોટાઉદેપુર : બોડેલીના ઢોકલિયા પાઇપ ફેક્ટરીમાંથી લક્ઝુરિયસ કાર ચોરાતા હાહાકાર…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં પાઇપ ફેક્ટરીમાં ફોરચ્યુનર કાર પાર્ક કરેલ હતી . જે રાત્રીના સમયે કાર પાર્કિંગમાંથી ચોરી થઇ જતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો . અલીખેરવાની ગજાનંદ સોસાયટીમાં રહેતા જૈમિનભાઈ વિપિન ભાઈ પટેલ તેઓની ઢોકલીયામાં ગુજરાત પાઇપ ફેક્ટરીમાં ટોયટો કિલોસ્કર કંપનીની ફોર્ચ્યુનર GJ 06 PB 9990 કાર તા . ૧૨ સપ્ટેમ્બરના રોજ ફેક્ટરીમાં કાર પાર્કિંગમાં કાર પાર્ક કરી ઘરે ગયા હતા . રાત્રીના સમયે કોઈ અજાણ્યો ઈસમ કારનો કાચ તોડી રૂ । .૨૨ લાખની કિંમતની મોંઘી કારની ચોરી કરી ફરાર થઇ જતા બોડેલી નગરમાં ફફડાટ મચી ગયો હતો . જે અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીનું પગેરું મેળવવા વધુ તપાસ હાથ ધરી હતી . બોડેલી પોલીસ ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here