મોડાસા શહેરના પેલેટ ચોકડી નજીક આવેલ મહેશ્વરી ટ્રેડર્સની દુકાનનુ રાત્રી દરમ્યાન તાળુ તોડી ચોરી કરનાના ટોળીના બે ઇસમોને ચોરી કરેલ મુદ્દામાલ સહીત ઝડપી પાડતી એલ.સી.બી. મોડાસા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ સી.પી. વાઘેલા , પોલીસ ઇન્સ્પેકટર , એલ.સી.બી અરવલ્લી મોડાસા નાઓએ પોતે તેમજ એલ.સી.બી સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાઓની આજુબાજુમાં તેમજ બીજી અન્ય જગ્યાઓએ બાતમીદારો રોકી આ કામે ચોરી કરનાર ઇસમો બાબતે માહિતી મેળવવા તેમજ ગુન્હો શોધી કાઢવા જરૂરી પ્રયાસો ચાલુ કરવામાં આવેલ દરમ્યાન બાતમી હકીકત મળેલ કે રાત્રી દરમ્યાન મહેશ્વરી ટ્રેડર્સ નામની દુકાનનુ તાળુ તોડી અંદરથી પાઇપોના બંડલ વાયર તેમજ મોટરોની ચોરી કરનાર સર્વોદયનગર ડુંગરીમાં રહેતા સુરેશભાઇ લીંબાજી બોદર તથા અનિલભાઇ બાબુભાઇ કોળી પટેલ એ રીતેનાઓએ કરેલ છે જેથી તેમને પકડી પાડી પુછતાં જણાવેલ કે અમો બંને તથા લાલાભાઇ ભેરૂનાથ મદારી રહે.સર્વોદયનગરડુંગરી મોડાસા એ રીતેના ત્રણેય જણાઓએ મેઘરજ રોડ ઉપર પેલેટ ચોકડી પાસે મહેશ્વરી ટ્રેડર્સની દુકાનનુ તાળુ તોડી અંદરથી પાઇપોના બંડલ વાયર તેમજ મોટરોની ચોરી કરેલ હતી અને ચોરી કરેલ મુદ્દામાલ પાઇપોના બંડલ , વાયર તેમજ મોટરો લવાસા ફ્લેટની સામે આવેલ ઝાડી ઝાખરામાં સંતાડી રાખેલ છે . તેવી હકીકત જણાવતા હોઇ ઉપરોક્ત બંને ઇસમોને સાથે રાખી મેઘરજ રોડ ઉપર આવેલ લવાસા ફ્લેટની સામે આવેલ ઝાડી ઝાખરામાં જોતા સેવા કંપનીની સ્ટીલ બોડીવાળી સીંગલ ફેઝની મોટરો નંગ – ર જે પંપ સેટ નંગ – ર સાથેની જેની કી.રૂ .૧૫,૦00 / -તથા એક જુની વાદળી રંગની મોટર EVEREST કંપનીની જેની ઉપર H.P3 લખેલ હતી . જેની કી.રૂ .૩,૦૦૦ / – તથા મારૂતી નંદન કીસાન કંપનીની પીળા ગ્રે કલરની પ્લાસ્ટીકની પાઇપોના બંડલ નંગ – ર જેની કી .૩.૧૦૦૦ / – તથા એક ગ્રે કલરનું પ્લાસટીકની પાઇપનું બંડલ નંગ -૧ કી.રૂ .૫૦૦ / – તથા કાળા રંગના વાયરના બે ટુકડા કી , ૩૫૦૦ મળી કુલ કી.રૂ .૨૦,૦૦૦ / -નો મુદ્દામાલ સી.આર.પી.સીકલમ ૧૦૨ મુજબ કબ્જે લીધેલ છે. તેમજ સદરી ઇસમોને સી.આર.પી.સી.કલમ .૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here