છોટાઉદેપુર એલસીબી દ્વારા એક દેશી હાથ બનાવટનો તમંચો તથા દેશીહાથ બનાવટની માવજર પિસ્તોલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

એચ.એચ.રાઉલજી ઇન્ચા . પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મિતુલભાઈ રમેશભાઈ તડવી તથા અલ્તાફભાઇ હનીફભાઇ પઠાણ નાઓના પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ તથા દેશી હાથ બનાવટનો તમંચો બન્ને લાયસન્સ પરવાના વગરના ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ છે તેવી ચોકકસ બાતમી હકીકત આધારે તેઓના રહેણાંક મકાનોમાં એલ.સીબી સ્ટાફની અલગ – અલગ ટીમો બનાવી સદરી બન્ને ઇસમોના ઘરે રેઇડ કરતા એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ તથા એક દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડી લાયસન્સ અંગેના આધાર – પુરાવા માંગતા તેઓની પાસે કોઇ આધાર પુરાવા મળી આવેલ નહી જેથી હથીયાર સાથે બન્ને આરોપીઓને પકડી પાડી તેઓ વિરૂધ્ધ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ કલમ ૨૫ ( ૧ ) બી.એ .૨૯ મુજબ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here