ગોધરા તાલુકાની સાંદિપની નર્સિંગ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પંચમહાલના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલની અધ્યક્ષતામાં ગોધરા તાલુકાની સાંદિપની નર્સિંગ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારો વધુમાં વધુ મતદાન કરે, મહિલાઓની મતદાન માટે ભાગીદારી સુનિશ્ચિત થાય, દેશ માટે સહ પરિવાર મતદાન કરે તે માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સંકુલના તમામ બાળકોને આજના ડિજિટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણીકાર્ડ, મતદાર બુથ કેવી રીતે જાણી શકાય તે માટે માહિતીગાર કરવામાં આવ્યા હતા. આગામી લોકસભા સામાન્ય ચુંટણીમાં તેઓ અવશ્ય મતદાન કરે અને દસ મિનિટ દેશ માટે આપે તે અંગે સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ મતદાન નોંધાય તેના અનુસંધાને જિલ્લાની વિવિધ કોલેજ ખાતે સ્વીપ હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here