છોટાઉદેપુર : પાવીજેતપુર નીવડોદરા ડી પી એસ સ્કૂલમાં ધોરણ ૪માં અભ્યાસ કરતી ચિત્રા એ લોકોને રસીકરણ અંગેની ગેર સમજથી લોકોને જાગૃત કર્યા

પાવી જેતપુર,(છોટા ઉદેપુર) આરીફ પઠાણ :-

પાવી જેતપુરના યુવાન અને વિકાસ સીલ સરપંચ મોન્ટુ શાહની પુત્રી ચિત્રાએ ડોકટરના વેશમા વીડિયો બનાવી રસી લઇ સુરક્ષિત રહો ની લોકોને હાકલ કરી ગેર સમજથી દૂર રહો ની અપીલ કરતી ચિત્રા

છેલ્લા ૨ વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના મહામારી માંથી પાસાર થઈ રહ્યું છે ત્યારે, લાખો લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. વિશ્વના અન્ય દેશોમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે ત્યારે ભારત દેશમાં પણ ત્રીજી લહેર આવવાની શક્યતા સેવાઇ રહી છે. આ ત્રીજી લહેર માંથી બચવા માટે સરકાર દવારા કોરોના રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે ત્યારે હજુ પણ લોકોમાં રસીકરણ બાબતે નિરશતા અને ખોટી માન્યતાઓ અને ગેરસમજો દેખાવ મળી રહી છે. લોકોમાં રહેલી ગેરસમજ – અને ખોટી માન્યતાઓ દુર કરવા વડોદરા ની ડીપીએસ સ્કૂલ માં ધોરણ – ૪ માં અભ્યાસ કરતી ચિત્રા અંકિત શાહે સ્કુલ ના એડવરટાઝિંગ પ્રોજેકટ માં કોરોના રસીકરણ માટે ની જાગૃતતા લાવવા માટેનો એક પ્રયાસ કર્યો હતો. ચિત્રા શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારત દેશની વેકશીન સૌથી ઉત્તમ વેકશીન છે. અને વેક્ષીનેશન કરાવવુ એ દેશના દરેક નાગરિકની ફરજ છે. વેક્ષીનેશન એક જ ઉપાય છે કે જેનાથી આપણે કોરોના સામે સુરક્ષિત રહી શકીશું. તો પોતાને, પોતાના પરિવારને, પોતાને ગામને અને તેના થકી પોતાના રાષ્ટ્રને બચાવવા વેક્ષીનેશન કરાવવા તેને અપીલ પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here