છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાના રાસલી અને શિથોલના નદી કિનારે આવેલા ખેતરો લીઝ ધારકોદ્વારા ઊંડા ખાડા કરી દેતા ઉભા પાક સાથે ખેતરો ધોવાઇ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

પાવી જેતપુર,(છોટા ઉદેપુર) આરીફ પઠાણ :-

લીઝ ધારકોના પાપે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ખેડૂતોની વ્યથા, તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરાતા આખરે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયો

પાવીજેતપુર તાલુકાના રાસલી ના ખડુતો દ્વારા વારંવાર તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં તંત્રે ખેડૂતોની રજુઆતને ધ્યાન પર ન લેતા ઉભા પાક સાથે ધોવાઈ જતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. છોટાઉદેપુર જિલ્લામાં હવામાન વિભાગ ની આગાહી મુજબ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હતો અને પાવીજેતપુર તાલુકામાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા નદીમાં પણ વરસાદી પાણી આવ્યા હતા આ વરસાદી પાણીના આવવાનાં કારણે રાસલીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા વરસાદ આવે તે પહેલા તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો ખેડૂતોને તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવી ન શકતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો ખેડૂતો ની દર્દનાક કહાની કહી રહ્યા છે કે અમને વહેલી તકે આનો કોઈ નિકાલ લાવવામાં આવે નિકાલ નહી કરવામાં આવે તો હજુ પણ અમારેભારે નુકસાની વેઠવાનો વારો આવશે ખાતર અને મોંઘાદાટ બિયારણો વારંવાર ધોવાઈ જતા હોય છે લાખો રૂપિયાના દેવા કરીને ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો તંત્ર ઘોર નિંદ્રામાં થી વહેલી તકે જાગે અને આનો વહેલી તકે કોઈ નિકાલ લાવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here