છોટાઉદેપુર નગર સહીત જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યમાં એકાએક માવઠાની શરૂઆત થઈ ચૂકી છે. જેના લીધે હવે રાજ્યમાં ઠંડી પોતાની પકડ જમાવવા લાગી છે.

પારો ગગડી રહ્યો છે અને પવનની દિશા પણ બદલાઈ રહી છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના ગામડાના વિસ્તારો તથા છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હાલમાં છોટાઉદેપુર જિલ્લાનાં અનેક વિસ્તારોમાં સવાર થીજ સૂર્ય ગુમ થયો હતો, જ્યારે લગભગ 12 વાગ્યે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. અને લગ્ન પ્રસંગ યોજનારાઓ પણ ચિંતામાં મુકાયા હતા,
આ માવઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ થઈ ગયો છે.

શનિવારે જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં એકાદ ઇંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here