છોટાઉદેપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રુપ એમ દ્વારા ચાલતા હેલ્લો..ડોક્ટર બેન પ્રોગ્રામ યોજાયો…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં તથા છોટાઉદેપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રુપ એમ દ્વારા ચાલતા હેલ્લો,, ડોક્ટર બેન પ્રોગ્રામ અંતર્ગત લોકોમાં બાળકોના આરોગ્ય પોષણ અને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવા વિલેજ લોન્ચિંગ પ્રોગ્રામ તારીખ ૬/૬/૨૦૨૩ થી શરૂ કરવામાં આવેલ જેમાં આજે આયોજન મુજબ એક દિવસમાં છોટાઉદેપુર તાલુકાના વસેડી , અક્કલબારા, હોળી આંબા તેમજ સીમલ ફળિયા આમ ચાર ગામોમાં કાર્યક્રમ થયેલ આ કાર્યક્રમમાં કંકુબેન રાઠવા , મયુરભાઈ તડવી, રાકેશ આર રાઠવા, તેમજ રાકેશ રાઠવા સાથે બાળ ઉછેરના વિવેક મુદ્દા ને ઉજાગર કરવા રમત સાથે સંદેશ આપવામાં આવેલ તેમજ રમતમાં જીતનારને ઇનામ વિતરણ કરવામાં આવેલ હેલો,,, ડોક્ટર બેન પ્રોગ્રામ દ્વારા સમાજમાં પ્રવર્તમાન માન્યતાઓ તેમજ આરોગ્ય લક્ષી સારી ટેવો પાડવા માટે વાત કરી અને ૦૯૨ ૨૭૬૯૨૨૭૬ પર મિસ કોલ કરી આ કાર્યક્રમમાં જોડાવા સહુને જણાવેલ અને આ કાર્યક્રમને ગામ લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી આવ્યો હતો સાથે સાથે હેલો,,, ડોક્ટર બેન મફત મિસકોલ સાથે એકલીત બાળ વિકાસ યોજનાનો પણ પૂર્ણ સહયોગ સામાજિક જાગૃત માં લાવવા થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here