છોટાઉદેપુર : જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-૨૦૨૩-૨૪ની સ્પર્ધાનું આયોજન

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

કમિશનરશ્રી, યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની સુચના મુજબ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કલામહાકુંભ ૨૦૨૩-૨૪નું આયોજન તા.૨૮/૦૨/૨૦૨૪ અને ૨૯/૦૨/૨૦૨૪ના રોજ એસએફ હાઈસ્કુલ, છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તાલુકા કક્ષાની કૃતિઓમાં તાલુકા કક્ષાએથી પ્રથમ નંબરે વિજેતા થયેલ અને સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચે દર્શાવેલ વયજુથના પત્રક પ્રમાણે ભાગ લેવાનો રહેશે.
સીધી જિલ્લા કક્ષાએથી થનારી સ્પર્ધાઓની વિગતો આ પ્રમાણે છે. કાવ્ય લેખન, ગઝલ, શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગીરી, કથ્થક, ઓર્ગન, શાસ્ત્રીય કઠ્ય સંગીત (હિન્દુસ્તાની), અને સ્કુલ બેન્ડ- આમ સ્પર્ધાઓમાં સીધા જ જિલ્લા કક્ષાએ ભાગ લઈ શકાશે.
કલા મહાકુંભ-૨૦૨૩-૨૪ દર વર્ષેની જેમ ૪—વયજૂથના યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. ઉંમરની ગણતરી માટે
તા.૩૧/૧૨/૨૦૨૩ને કટ ઓફ ડેટ તરીકે માન્ય રાખવામાં આવશે. ૦૬ થી ૧૪ વર્ષ- તા. ૦૧/૦૧/૨૦૧૦ થી ૩૧।૧૨।૨૦૧૭ વચ્ચે જન્મેલા સ્પર્ધકો, ૧૫ થી ૨૦ વર્ષ- ૦૧/૦૧/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા સ્પર્ધકો ૨૧ થી ૫૯ વર્ષ- તા.૦૧/૦૧/૧૯૬૫થી ૩૧/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા સ્પર્ધકો, ૬૦ વર્ષથી ઉપર- તા.૩૧/૧૨/૧૯૬૪ પહેલા જન્મેલા સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકોએ પોતાને લાગુ પડતી વયજૂથમાં પોતે અથવા તેઓના શિક્ષક/વાલીશ્રીએ જન્મ તારીખ મુજબ. ચકાસણી કરીને જ ભાગ લેવાનો રહેશે. જે સ્પર્ધકે પોતાને લાગુ ન પડતી હોય તેવી વયજુથમાં ભાગ લીધેલ હશે તો તેઓની એન્ટ્રી પરિણામ સમયે બાકાત કરવામાં આવશે. સ્પર્ધકે કોઈ એક જ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. તેમજ એક સ્પર્ધામાં ઓછામાં ઓછા ૪ સ્પર્ધકો હશે તો જ સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત લોકનૃત્ય, તબલા, હાર્મોનિયમ, ભરતનાટ્યમ, ચિત્રકલા, ગરબા, સર્જનાત્મક કારીગરી, કથ્થક, ઓર્ગન, સુગમ સંગીત, રાસ, વકૃત્વ, નિબંધ લેખન, લગ્ન ગીત, ભજન, લોકગીત, સમૂહ ગીત, એકપાત્રીય અભિનય, લોકવાર્તા, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા, છંદ, ચોપાઈ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત,
સ્કુલ બેન્ડ જેવી સ્પર્ધાઓ તા.૨૮ અને ૨૯ ફેબ્રુઆરીના રોજ એસ.એફ હાઈસ્કુલમાં સવારે ૯ વાગે યોજાનારી છે, વધારે વિગતો માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, છોટાઉદેપુર ખાતે સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here