છોટાઉદેપુર : છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી કવાંટ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપસિંઘ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એસ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવી જે અનુસંધાને અમો તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. એ.ડી. ચૌહાણ કવાંટ પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકિકત મળેલ કે કવાંટ પો.સ્ટે સી ગુ.રજી.નં.૧૧૧૮૪૦૦૬૨૨૦૬૪૭/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ ૬૫ એએ તથા સી.ગુ.રજી.નં.૧૧૧૮૪૦૦૬૨૨૦૬૮૦/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ ૬૫ એએ તથા નસવાડી પો.સ્ટે ગુ. રજી.નં.૧૧૧૮૪૦૦૭૨૦૦૭૬૬/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ એઇ,૯૮(૨),૮૧ મુજબના ગુનાના કામના આરોપી મુકેશભાઇ ઉર્ફે પાંગાભાઇ મુવારીયાભાઇ ભીલ રહેવાસી ખસરા તાલુકો કવાંટ જીલ્લો છોટાઉદેપુર નાનો કવાંટ બજારમા આવવાનો હોઇ તેવી બાતમી મળતા જે બાતમી હકીકત આધારે ક્વાંટ હમીરપુરા ત્રણ રસ્તા પાસે વોચ તપાસમાં હતા દરમ્યાન સદર આરોપી આવતા તેને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.આમ છેલ્લા ત્રણ વર્ષથી પોતાની ધરપકડને ટાળી નાસતા ફરતા આરોપી ને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળેલ છે.
-:પકડાયેલ આરોપી :-
મુકેશભાઇ ઉર્ફે પાંગાભાઇ મુવારીયાભાઇ ભીલ રહેવાસી ખસરા તાલુકો કવાંટ જીલ્લો છોટાઉદેપુર -:સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ:-
(૧) પો.સ.ઈ એ.ડી. ચૌહાણ કવાંટ પો.સ્ટે (૨) અ.મ.સ.ઇ ધર્મેશભાઇ નગીનભાઇ બ.ન.૩૬૫ (૩) અ.હે.કો અશ્વીનભાઇ પ્રવીણભાઇ બ.ન. ૦૮૪ (૪) આ.પો.કો ઘનશ્યામસિંહ દીપસંગભાઈ બ.ન. ૦૮૭૪.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here