ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામમાં રોડના અભાવે રાહદારીઓને પડતી મુશ્કેલી

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

મળતી વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના આંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામે રહેતા સોલકી રંગલભાઇના જણાવ્યા મુજબ ગામના બસ સ્ટેન્ડ સામે આવેલ માતાવાળા ફળિયામાં પાકા રસ્તાના અભાવે ગ્રામ્યજનો સહિત શાળાએ જતા બાળકોને ગંદકી યુક્ત કીચડ કાદવમાં થઈ શાળાએ જવું પડે છે, તેમજ એક ગામેથી બીજા ગામે જતા લોકોને પોતાના પગની જુતીઓ હાથમાં પડકી કિચડયુક્ત રસ્તો પસાર કરવાનો વારો આવે છે જેની જાણ ગામ પંચાયત ખાતે વારંવાર કરવામાં આવી રહી છે પરંતુ જવાબદાર તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામા આવેલ નથી જેથી ગ્રામ્યજનોને દર વર્ષે ચોમાસાનાં દિવસોમાં ભારે મુસકીલીનું સામનો કરવો પડે છે, જેથી ગ્રામ્યજનોની સમસ્યાનો વહેલામાં વહેલી તકે યોગ્ય નિકાલ કરી સદર રસ્તાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી લોક લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here