પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે “બરોડા કિસાન પખવાડિયા” અંતર્ગત કિસાન મેળાનું આયોજન કરાયું

ઘોઘંબા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

બેંક ઓફ બરોડા ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે “બરોડા કિસાન પખવાડિયા” અંતર્ગત કિસાન મેળાનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પંચમહાલ કલેકટરશ્રી આશિષ કુમાર,બરોડા ઝોનના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી વીણા કે.શાહ,ગોધરા પ્રદેશ મેનેજરશ્રી વેંકટ સુબ્રમણ્યમ સહિતના અધિકારીશ્રીઓની હાજરીમાં ખેડૂતોને લોન મંજૂરી પત્રો એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમ થકી જિલ્લાની વિવિધ બેંકોમાં લાભ લેનાર ખેડૂત ભાઈઓ અને ગ્રાહકોને બેંક દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓના લાભ મેળવવા સબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૫૦ લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ કિસાન મેળામાં જિલ્લાના લાભાર્થીઓને કુલ ૨ કરોડના લોન મંજૂરી પત્રો તથા આ પખવાડિયા અંતર્ગત વિવિધ શાખાઓ દ્વારા જિલ્લામાં કુલ ૪.૫૦ કરોડ રૂપિયાના લોન મંજૂરી પત્રો વિતરણ કરાયા હતા.આ પ્રસંગે લીડ બેંકના મેનેજરશ્રી એસ.કે.રાવ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here