આજરોજ ઘોઘંબા તાલુકાના ડ્રાઇવર યુનિટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

આજરોજ ઘોઘબા તાલુકા ડ્રાઇવર યુનિટ દ્વારા સરકારે કાઢવામાં આવેલો કાળો કાયદાના વિરોધમાં રેલી સ્વરૂપે નીકળી ઘોઘંબા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દ્રયવરોએ જણાવ્યું હતું કે જે ડ્રાઇવરો માટે કાયદો કાઢવામાં આવ્યો છે ડ્રાઇવર થી એક્સિડન્ટ થાય તો સથળ ઉપર જ ઊભું રહેવું અને ઇજા થયેલ વ્યક્તિ ને દવાખાના સુધી પહોંચાડવુ જો ડ્રાઇવર ત્યાં ઉભો રહે તો પબ્લિક ડ્રાઇવરની શું દશા કરે, તથા જે ડ્રાઇવર એકસીડેન્ટ કર્યું હોય તેને દસ વર્ષની સજા તથા 7,00,000 રૂપિયાનું દંડ કરવામાં આવશે તો ડ્રાઇવર નો પગાર ૧૦ થી ૧૨ હજાર રૂપિયા હોય એવામાં ડ્રાઇવર 7 લાખ રૂપિયા ક્યાંથી લાવે અને જો એને દસ વર્ષની સજા થાય તો ડ્રાઇવરના પરિવારની શું દશા થાય… ! જેને લઈને ડ્રાઈવરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે આ કાળા કાયદાને તરત રદ કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here