ગોધરા એલ.સી.બી. પોલીસે કેવડીયા ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી ટાટા કંન્ટેનરમાંથી વિદેશી દારૂની ૯૯ પેટીઓ સહિત આંતરરાજ્ય બે ખેપીયાઓને ઝડપી પાડયા

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

વિદેશી દારૂની પેટીઓ કુલ નંગ- ૯૯ કિ.રૂ. ૩,૪૫,૧૮૦/- નો પ્રોહી મુદ્દામાલ તેમજ ટાટા કંન્ટેનર કિંમત રૂ .૮,૫૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂ .૨૦૦૦/- તથા ઘરવખરીનો સરસામાન કિ.રૂ. ૧૨૧૦૦ / એમ મળી કુલ રૂ . ૧૨,૧૧,૨૮૦/- નો મુદ્દામાલ ઝડપાયો

પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ પી.એન. સીંગ પોલીસ ઇન્સ્પેકટર લીવ રીર્ઝવ ગોધરા નાઓને ચોકકસ બાતમી હકીકત મળેલ કે એક ટાટા કંન્ટેનર નંબર ડી.એલ .૧ જી.સી. ૬૧૭૮ ની બંધ બોડીમાં ઘરવખરીનો સરસામાન ભરેલ છે અને જે ઘરવખરીના સરસામાનની આડમાં બોડીની અંદર પતરાનુ મોટુ બોકસ બનાવી તે બોકસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી ટાટા કંન્ટેનરનો ચાલક વહન કરી લઇ દાહોદ તરફથી રવાના થયેલ છે અને તે વડોદરા તરફ જનાર છે તેવી મળેલ બાતમી આધારે શ્રી જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટ એલ.સી.બી. ગોધરા નાઓએ શ્રી આઇ.એ. સિસોદીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા ગોધરા તાલુકાના કેવડીયા ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરાવતા બાતમી મુજબનુ ટાટા કંન્ટેનર નંબર ડી.એલ .૧ જી.સી. ૬૧૭૮ ને તેના ચાલક તથા કલીનર સાથે પકડી પાડી કંન્ટેનરમાં તપાસ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here