અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાચ માસ પહેલા બનેલ ઘરફોડ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી બહેનને મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બારવાલ,સાહેબ અરવલ્લી નાઓએ આપેલ સૂચનાઓ મુજબ અરવલ્લી જીલ્લામાં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી અસર કારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી. ગુન્હાઓની ગંભીરતા અન્વયે શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા નાઓએ એલ.સી.બી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓને જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હતી.જે અન્વયે એલ.સી.બી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ જીલ્લામાં આવા મિલ્કત સંબધી
ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ સતત પેટ્રોલીંગ તથા વોચમાં હતા તે દરમ્યાન મોડાસા ટાઉન પોસ્ટે.
ડુગરવાડા બાયપાસ ચોકડી નજીક જતાં ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક બહેન
સીમાપરવીન નસીમભાઇ શેખ રહે. સહારા સોસાયટી મોડાસાનાની અગાઉ ચોરી કરેલ સોના ચાંદીના દાગીના
તેની પાસે રાખી વેચવા જવાની છે.અને હાલ ડુગરવાડા ચાર રસ્તા ખાતે ઉભી છે.તેવી બાતમી હકીકત આધારે
ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ થી સદરહું બહેન સીમાપરવીન વા/ઓ નસીમભાઇ સલીમભાઇ
શેખ ઉ.વ.૪૫ રહે.સહારા સોસાયટી ડુગરવાડા રોડ મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી નાઓની સાથેના
વુ.અ.હે.કો.રમીલાબેન રાજેશભાઇનાઓ મારફતે અંગ ઝડતી કરાવતાં તેના પાઇઝામામાં ખીસ્સુ હોય જે
ખીસ્સામાંથી સોનાની રણી નંગ-૨ તેમજ ચાંદીના છડા જોડ નંગ-૩,ચાંદીની પાંચી નંગ-૪ પીળી ધાતુની ચુનીનંગ-૧ મળી આવેલ જે બાબતે આધાર પુરાવા માગતાં પોતાની પાસે નહી હોવાનું જણાવતા હોય તેઓને આ બાબતે યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઇ પુછપરછ કરતાં જણાવેલ કે આજથી પાંચેક માસ પહેલાં માલપુર બજારમાં દરબાર ગઢમાં એક સોસાયટીના એક બંધ મકાન હોય અને ઘરની બારીમાંથી ચાવી મળી આવતાં ચાવીથી તાળુ ખોલી તીજોરીમાંથી ચોરી કરેલ હોવાનુ કબુલાત કરતાં હોય જેથી સદરી બહેનને તા.૨૬/૦૧/૨૦૨૪ ના ક.૧૮/૧૫ વાગે સી.આર.પી.સી.કલમ.૪૧(ડી)મુજબ અટક કરી આગળની
તપાસ સારૂ મોડાસા ટાઉન પો.સ્ટે સોપવામાં આવેલ છે. સદર હું બાબતે માલપુર પો.સ્ટે ગુરનં ૦૦ ૪૧/૨૦૨૪ ઇ.પીકો.કલમ.૪૫૪,૩૮૦, મુજબનો ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ :
(૧)સોનાની રણી નંગ-૨ જેની કિ. કી.રૂ.૧,૧૦,૦૦૦/-(૨) સોનાની ચુનીનંગ-૧ જેની કિ.રૂ.૭૬૦/-
(૩) ચાંદીના છડા જોડ નંગ-૩ જેની કિ.રૂ.૭,૮૦૦/- (૪) ચાંદીના કડલા જોડ નંગ-૨ કી.રૂ.૭૦૦/-
મળી કુલ રૂ.૧,૧૯,૨૬૦/-
પકડાયેલ આરોપી
(૧) સીમાપરવીન વા/ઓ નસીમભાઇ સલીમભાઇ શેખ ઉ.વ.૪૫ રહે. સહારા સોસાયટી ડુગરવાડા રોડ
મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી
કામ કરનાર અધિકારી/કર્મચારી :
(૧) શ્રી.કે.ડી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર
(૨) શ્રી.એસ.કે.ચાવડા પોલીસ સબ ઇન્સપેકટર
(૩) એ.એસ.આઇ શંકરજી ધુળાજી
(૪) અ.હે.કો.દીલીપભાઇ થાનાભાઇ
(૫) અ.હે.કો.વિજયકુમાર ભલાભાઇ
(૬) અ.હે.કો. રમીલાબેન રાજુભાઇ
(૭) આ.લો.ર.ક્રુષ્ણસિંહ મોજુદાન
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી ધ્વારા ઘરફોડ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here