બોડેલીનાં જબૂગામ ખાતે ભજન કાર્યક્રમ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બોડેલી તાલુકાના જબૂગામ ખાતે ભવ્ય ભજન કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ઘણા સમય બાદ લગ્ન પ્રસંગમાં આ ભજન નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા જબૂગામ નાં સલીમભાઈ ના પુત્ર મુબીન અને અજીતભાઈ ની પુત્રી સુજીયાનાબાનુ ના લગ્ન મા રાત્રે ભજન નો કાર્યક્રમ રાખી એક અનોખી રસમ નિભાવવામાં આવી હતી જેમા ખ્વાજા ગરીબ નવાઝ અને નીઝામૂદ્દિનબાવા સાહેબના અને કયામૂદ્દિનબાવા સાહેબના ભજનો ગાવામાં આવ્યાં હતા અને લગ્નમા આ ભજન કલાકારોએ ચાર ચાંદ લગાવી દીધા હતા અને આવેલ મહેમાનોએ ભજન ની મજા માણી હતી અને ભજન કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ઘણા સમય થી આ ભજન ની પ્રથા લોકોમા લુપ્ત થતી જોવા મળે છે પરંતુ આજ રોજ જબૂગામ ખાતે લગ્ન ના આવા રૂડા અવસર પર ભજનો સાંભળવા મળ્યા હતા અને ગામના લોકો રાત્રે મોડા સુધી ભજનની મોજ માણી આનંદમય થયા હતા અને આ જે ઘરમા લગ્ન નો અવસર હતો તે લોકો બાવા સાહેબના મુરીદો છે અને હઝરત કયામૂદ્દિન બાવા અને એમના પૂરખાઓ ગાયો માટે ખૂબ જાણીતા છે અને એમના ઘણા અનુયાયો આદિવાસી સમાજ ના છે અને આ ભજન કલાકારો પણ આદિવાસી છે જેમને ભજનો વગાડી ગાઈ લોકોના મન મોહીત કરી દીધા હતા અને આ રીતે જબૂગામ ખાતે લગ્નના રૂડા અવસર પર ભજન નું આયોજન કર્યું હતુ અને લોકોને ભજન શું છે ભજનથી ભક્તિ છે અને ભક્તિમા પણ ભજન ખૂબ મહત્વનો ભાગ છે તે જાણવા મળ્યુ હતુ અને આવેલ મહેમાનોએ પણ ખૂબ આનંદ માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here