કાલોલ નગરપાલિકાની કચેરીમાં કનેક્ટીવીટી બંધ થતાં ત્રણ દિવસથી અરજદારોના કામો અટવાયા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરપાલિકા કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી નેટ કનેક્ટીવીટી બંધ થતાં અરજદારોને ધરમના ધક્કા થતા ભારે પરેશાન થઈ રહ્યા છે. છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી જેના કારણે અનેક ઓનલાઇન કામો બંધ થઇ ગયા છે. અને તંત્રને નેટ કનેક્ટિવિટી બંધ હોવાના કારણ પુછતાં ગેસના કનેક્શન ની કામગીરી ચાલતી હોવાના કારણે નેટ નો કેબલ કપાઈ ગયો હોવાના કારણે કાલોલ નગરપાલિકા કચેરીમાં છેલ્લા ચાર દિવસથી જન્મ મરણ ના દાખલા તથા જન્મ મરણ ની નોંધ કરાવવામાં અને લગ્ન નોધણી કરાવવા ની ઓનલાઇન કામગીરી ઠપ થઈ ગઈ છે જેના કારણે નેટના ધાંધિયાથી ઓનલાઇન કામો ટલ્લે ચડી ગયા છે. અને કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા અરજદારોને સંતોષકારક જવાબો ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે પાલીકા તંત્ર દ્વારા વહેલી તકે ઈન્ટરનેટ કનેક્શન ચાલુ કરાવી લોકોની મુશ્કેલીઓ નો અંત લાવે તેવી માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here