ગોધરા અને હાલોલની સરકારી પોલીટેકનિક ખાતે ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ધોરણ ૧૦ પુરક પરીક્ષામાં પાસ થયેલ/એડમીશન પ્રક્રિયાથી વંચિત ઉમેદવારો એડમિશન મેળવી શકશે

ગોધરા અને હાલોલ ખાતે આવેલ સરકારી પોલીટેકનિક ખાતે ઈજનેરી ડિપ્લોમામાં વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રવેશ માટે સરકારશ્રીની એડમિશન કમિટી (ACPDC) દ્વારા ત્રીજા તબક્કાની પ્રવેશપ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે.અગાઉ રજિસ્ટ્રેશન કરાવેલ ન હોય તથા પૂરક પરીક્ષા જુલાઇ-૨૦૨૩માં પરીક્ષા પાસ કરેલ હોય તેઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી ૦૪/૦૮/૨૦૨૩ થી ૦૭/૦૮/૨૦૨૩ સુધી ચાલુ છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન https://gujdiploma.admissions.nic.in/ વેબસાઈટ ના માધ્યમથી પણ કરી શકાશે અથવા અત્રેની સંસ્થા ખાતે કાર્યરત નિશુલ્ક ACPDC હેલ્પ સેન્ટરનો લાભ મેળવી શકાય છે. અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હોય અને અગાઉ મેરીટ નંબર ધરાવતા ઈચ્છુક ઉમેદવારો માટે સંસ્થા ખાતે પસંદગીની પ્રક્રિયા ૧૨/૦૮/૨૦૨૩ થી ૧૪/૦૮/૨૦૨૩ સુધી ચાલુ છે. સંસ્થા ખાતે જૂજ પ્રમાણમાં ડિપ્લોમા સિવિલ,ડિપ્લોમા મિકેનીકલ, ડિપ્લોમા ઈલેક્ટ્રીકલ ઈજનેરીમાં જગ્યાઓ ખાલી હોઈ પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓને સદર સંસ્થામાં પ્રવેશ લેવા એડમીશન કમિટી સરકારી પોલીટેકનિક ગોધરા અને હાલોલના આચાર્યશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here