કાલોલ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો..

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆના હસ્તે બેઢીયા જલારામ મંદિર ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાલોલ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી અને કાલોલ તાલુકાના બેઢીયા ગામે આવેલ જલારામ મંદિર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક રાખવામાં આવી હતી.
આ બેઠકમાં એકત્રિત થયેલા કાર્યકરોએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી જેમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆના હસ્તે જલારામ મંદિરના પટાંગણમાં એક લીમડાનું વૃક્ષ રોપવામાં આવ્યું. તેમજ તાલુકા મહામંત્રી શ્રી અજયસિંહ ચૌહાણ ના હસ્તે ગુલાબનો છોડ રોપવામાં આવ્યો.
આજના દિવસનું મહત્વ સમજાવતા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ દર વર્ષે એક વૃક્ષ ફરજીયાત વાવવું જોઈએ. મનુષ્યનું જીવન વૃક્ષ વિના શક્ય નથી તેથી વૃક્ષને આપનું જીવન સમજવું જોઈએ. અને ઉપસ્થિત સૌ કાર્યકરોને સંકલ્પ કરાવ્યો કે હવેથી દરેક પોતાના જન્મ દિવસે એક વૃક્ષ વાવે. અને વિશેષ જણાવ્યું હતું કે, આજના દિવસે આપણી પ્રકૃતિ વૃક્ષ, વનસ્પતિ, નદી, પહાડ, જંગલ ની રક્ષા અને માવજત કરવી જોઈએ, તેનું પૂજન કરવું જોઈએ એમ કહી સૌને શુભેચ્છા આપી હતી.
જલારામ મંદિર ટ્રસ્ટના સંચાલક શ્રી દલપતસિહ ચૌહાણે સૌને આવકાર્યા અને આ કામગીરી બદલ સૌને બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here