સિદ્ધપુરના મેળોજ પી.એચ.સી.ના ડ્રાઇવરે નોકરીમાંથી છુટા કરાવવા અંગેની શંકા રાખી ટી.એચ.ઓ.ને ધમકી આપતા ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર.:-

પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં છેલ્લા ૧૦ વર્ષથી ફરજ બજાવતા મહિલા તાલુકા હેલ્થ અધિકારીએ એજન્સી દ્વારા રખાયેલા ડ્રાઈવર સામે તેમની ઓફિસમાં આવી ગાળાગાળી,તું તારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, કોવિડ મહામારીના વિકટ સમયે ફરજમાં રૂકાવટ કરવા અંગેની ફરીયાદ નોંધાવી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.જેની તપાસ સિદ્ધપુર પીએસઆઈ કે.જે. ગૌસ્વામી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ સિધ્ધપુરના મેળોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગાડીના ડ્રાઇવર તરીકે એજન્સી મારફતે ફરજ બજાવતાં દિલીપ ભાઈ પરમારને એજન્સીએ છુટો કર્યો હતો.જોકે દિલીપભાઈએ તેને છુટો કરવામાં તાલુકા હેલ્થ ઓફીસર ડો.રેખાબેન દિનાનાથ નાયકની ભૂમિકા હોવાની શંકા રાખી ગત રોજ બપોરે ઓફીસે પહોંચ્યો હતો.જ્યાં તેમની ચેમ્બરમાં ઘુસી માથાકૂટ કરી ગાળાગાળી કરી,તું તારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતુ કે, એજન્સીએ ડ્રાઇવરને છુટો કરતાં આ ઇસમે તાલુકા હેલ્થ અધિકારીને ગાળો ભાંડતાં ચકચાર મચી ગઇ છે.ગત રોજ બપોરના સમયે રાજપુર ખાતે આવેલી તાલુકા હેલ્થ અધિકારીની ચેમ્બરમાં ઘુસી આ ઇસમે ગાળા -ગાળી કરતાં રેખાબેને આ બાબતે એજન્સીને વાત કરવા કહ્યુ હતુ.જોકે ઇસમે મહિલા અધિકારીને જ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમની કોવિડ લગત ફરજમાં રૂકાવટ કરી હતી. સમગ્ર મામલે તાલુકા હેલ્થ ઓફિસર રેખાબેન નાયકે દિલીપભાઈ પરમાર સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.પોલીસે આ ઇસમ સામે આઇપીસી કલમ 189, 294(b), 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here