ગોકુલધામ નાર ખાતે ત્રીદિવસીય “ સુંદર જીવન ” સ્કીલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

આણંદ, મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-

માનવ સભ્યતા હંમેશા ઉર્ધ્વગતી ઈચ્છે છે . માનવજાત હજારો વર્ષોથી ઉત્તરોતર વંશપરંપરાગત જ્ઞાન દ્વારા પટણી પેઢીઓને સવારતી રહી છે . આજે દુનિયાના દરેક વિષયને આપણા હાથમાં રહેલા મોબાઈલથી જાણી માણી શકાય છે . પરંતુ આત્મીયતા અને ભાવનાઓના અભાવે શુષ્કપણું વ્યવહારમાં આવી ગયું છે . જેના કારણે ક્રોધ , ઉદ્વેગ , ઉદાશીનતા ડિપ્રેશન જેવા પ્રશ્નો બહુધા સમાજમાં જોવા મળે છે.તેમજ આપણાં રોજીંદા ઉપયોગમાં આવતી પ્લમ્બીંગ,મિસ્ત્રીકામ,ઇલેક્ટ્રિકકામ,સફાઇ કામ જેવી કળાઓમાં અપગ્રેડેશન આવે અને પોતાનું કામદર્શન શ્રેષ્ઠ રીતે કરાવી શકાય તેના માટે ગોકુલધામ નાર ખાતે ૧૧૦ વિવિધ વિષયોના કર્મચારીઓને ત્રિદિવસીય સેમીનાર દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી . જેમાં કળા કૌશલ્યની સાથે “ સુંદર જીવન ” જીવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.હિતેશભાઈ પ્રજાપતિ ઇનટર એક્ટીવ પેનલ દ્વારા તેમજ લંડન સ્થીતસુનિલભાઈ,પન્નાબેન, ઉર્વશીબેન, પ્રફુલભાઈ દ્વારા ઓનલાઈન થી ટ્રેનીંગ આપવામાં આવી જેમાં સ્વામી શુકદેવપ્રસાદદાસજી તથા સ્વામી હરિકૃષ્ણદાસજી એ આશીર્વાદ પાઠવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here