પેટલાદ : કોરોના મહામારીને લઈ હાજી અલી હૈદરશાહ વારસી બાવાનો ઉર્ષ શરીફ મોકૂફ રાખવામાં આવેલ છે…

ગાંધીનગર,
જાકીર મીર

આણંદ જીલ્લાના પેટલાદ ખાતે આવેલ કોમી એકતાની મિસાલ અને સૂફી, શ્રદ્ધા, અને સેવાનો અનોખો સંગમ અને સિલસીલા-એ-વારિસે પાક એવા હાજી અલી હૈદરશાહ વારસી બાવાનો મઝાર આવેલો છે અને ત્યાં પીરો મુરશીદ હાજી સિદ્દીક અલીશાહ વારસી બાવા તરફથી દર વર્ષે હાજી અલી હૈદર શાહ વારસી બાવાનો ઉર્ષ ખુબ જ મોટી શાનો-સૌકત અને હિન્દૂ મુસ્લિમની કોમી એકતા અને ભાઇચારાથી ઉજવાય છે પણ આ વખતે અંગ્રેજી તા. 11/6/2020 ગુરુવાર, મુસ્લિમ માંહે સવ્વાલ ચાંદ 18, ના રોજ ઉજવાનાર ઉર્સ કોરોના મહામારી અને લોકડાઉનના હિસાબે કાયદો વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ઉર્સ મોકૂફ રાખેલ છે તો દરેક જ્ઞાતિના પીર ભાઈઓ બહેનો,મુરીદો અને કોમી આસ્થા ધરાવનાર દરેક આસ્થાળું ભાઈઓ અને બિરાદરોને હાજી સિદ્દીક અલીશાહ વારસી બાવાએ એક યાદીમાં જણાવે છે અને વારસી સિલસીલામાં આસ્થા ધરાવનાર તમામ ભાઈઓ બહેનો આ વખતે ઉર્ષ મોકૂફ રખાયો છે ત્યારે પોત પોતાના ઘરે સાવચેતી,સલામતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દુઆ, દરૂદ,કુરાન ખ્વાની કે નજરો નિયાઝ કરી શકે છે જેની સૌ એ નોંધ લેવી એવી લાગણી સાથે હાજી સિદ્દીકઅલી શાહ વારસી બાવા તેમજ મુન્ના ભાઈ વારસીના યા વારીશ અને દુઆ સલામ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here