અરવલ્લી : COLS AWARENESS PROGRAM(CPR TRAING PROGRAM) હેઠળ હાર્ટ એટેક અને શ્ર્વાસની તકલીફથી પીડીત વ્યક્તિના જીવ બચાવવામાં મહત્વનું યોગદાન આપતી ઇસરી પોલીસ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ગુજરાત સરકાર તથા પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચનાને માર્ગદર્શન મુજબ ગુજરાત પોલીસના તમામ અધીકારી તથા કર્મચારીની COLS AWARENESS PROGRAM(CPR TRAING PROGRAM) અનુસંધાને તા-૧૧/૦૬/૨૦૨૩ આ રોજ રાજ્યમાં આવેલ તમામ જીલ્લામાં તબીબી વ્યવસાઇકો દ્રારા સૈદ્રાંતીક અને પ્રેકટીકલ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ હતું જે આધારે
શ્રી અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી, મોડાસા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મોડાસા વિભાગ, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં તા-૧૧/૦૬/૨૦૨૩ ના રોજ મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે અત્રેના જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ કર્મચારીઓને ઇમરજન્સીના સમયે હાર્ટ એટેક અને શ્ર્વાસની તકલીફ અનુભવતા પિડીત વ્યક્તિના જીવ બચાવવા માટેનો અસરકારક પ્રાથમીક સારવાર એટલે CPR TRAING આપવામાં આવેલ હતી
ગઇ તા-૧૧/૦૬/૨૦૨૩ આ રોજ અમો ઇન્ચાર્જ પો.ઇન્સ. વી.એસ.દેસાઇ ઇસરી પોલીસ સ્ટેશન નાઓ ઇસરી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૨૦૬/૨૦૨૩ ના કામે સ્ટાફના કર્મચારી સાથે મોડાસા સાર્જનીક હોસ્પિટલ મોડાસા તપાસના કામે ગયા હતા અને તપાસ કરી મોડાસાથી ઇસરી પો.સ્ટે આવતા હતા તે દરમ્યાન વણીયાદ પુલ નજીકથી પસાર થતા હતા તે વખતે વણીયાદ પુલ પાસે આશરે બપોરના સવા ચાર વાગ્યાના અરસામાં એક ફોરવીલ કારનો ચાલક તેની કાર પાસે અચાનક છાતીમાં દુખાવો થવાથી નીચે પડી ગયેલ હતો અને તેના પરીવારના સભ્યો તેની પત્ની તથા બાળકોએ અમારી ગાડી જોઇ બુમો પાડી સાહેબ બચાવો બચાવો કહેતા અમો ઇ/ચા પો.ઇન્સ. નાઓએ તેમની બુમો સાંભળી તરત જ અમારી ગાડી ઉભી રાખી ગાડીમાંથી ઉતરી સદરી ઇસમને જોતા તેઓ બેભાન થયેલ હોય જેથી અમોએ સમય સુચકતા વાપરી CPR ની પ્રાથમીક સારવાર આપેલ અને તેના છાતીના ભાગને અમારા બન્ને હાથથી CPR આપતા સદરી ઇસમને શ્ર્વાસ ચાલુ થઇ ગયેલ અને તેઓ બે મિનીટ પછી તરતજ ઉભો થઇ ગયેલ તે વખતે આ બનાવ જોઇ બે ત્રણ ફોરવીલ કાલ ચાલક ઉભા થઇ જતા તેઓ પોલીસની મદદમાં આવતા અમોએ સદરી હાર્ટથી પિડીત વ્યક્તિને ખાનગી કારમાં સુવડાવી તેની પત્નીને સાથે બેસાડી હાર્ટના દવાખાનામાં મોકલી આપેલ ત્યાર બાદ અમોને જાણવા મળેલ કે ઉપરોક્ત હાર્ટ એટેકથી પિડીત વ્યક્તિનું નામ કલ્પેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ ધરમાભાઇ જાતે પટેલ ઉ.વ.૪૫ રહે.રેલ્લાવાડા તા.મેઘરજ જી.અરવલ્લી નાઓ હોવાનું જાણવા મળેલ અને તેઓને સમયસર આ CPR ની પ્રાથમિક સારવાર મળેથી તેઓ સ્વાસ્થ થયેલ છે. આમ ઇસરી પોલીસ દ્રારા હાર્ટ એટેકના દર્દીને CPR TRAING મારફતે જીદગી બચાવવામાં યોગદાન કરેલ છે. .
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઃ-
(૧) શ્રી વી.એસ.દેસાઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન
(૨) અ.પો.કો સુરેશકુમાર હ્સમુખભાઇ બ.ન.૭૪૭
(૩) જી.આર.ડી. કૌશીકકુમાર ગીરીશભાઇ વાળંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here