ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા અને ગુજરાત રાજ્ય શાખા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રેડ ક્રોસ આપના દ્વારે નો કાર્યક્રમ યોજાશે

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

રેડ ક્રોસ આપના દ્વારે….. આ કાર્યક્રમ આગામી તારીખ 4 .9 .2022 ને રવિવાર સમય સાંજના પાંચ કલાકે શ્રી ઉમિયા માતાજી મંદિર હોલ મેઘરજ રોડ મોડાસા ખાતે યોજાશે .કાર્યક્રમમાં રેડ ક્રોસ ની સ્થાપના તેના સિદ્ધાંતો તેમજ તેના ઇતિહાસ અને સાંપ્રત સમયની ભૂમિકાની ઝાંખી વિશે જાણકારી આપવામાં આવશે .આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ મંત્રી કુબેરભાઈ ડીંડોર.સાંસદ દીપસિહ રાઠોડ .રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા અને જિલ્લા કલેકટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીના સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહેશે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદના ચેરમેન .અજયભાઈ .એચ. પટેલ .વાઈસ ચેરમેન.ડોક્ટર અજયભાઈ દેસાઈ . ડોક્ટર પ્રકાશભાઈ પરમાર જનરલ સેક્રેટરી અને ડોક્ટર અનિલભાઈ જે નાયક જોનલ કો-ઓર્ડીનેટર આને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખા મોડાસાના હોદ્દેદાર ભરતભાઈ પરમાર .રાકેશભાઈ જોશી.એ. એસ પટેલ . જીતેન્દ્રભાઈ અમીન તેમજ કારોબારી સભ્યશ્રીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here