એલોવેરા જ્યુશની બિલ્ટી ઉપર ટેમ્પામાં લઇ જવાતો ર્ 20.54 લાખનો દારૂ ઝડપી પાડતી દાહોદ LCB.

દાહોદ, સાગર કડકિયા :-

ગુજરાતમા દારૂનો વેપલો ધમધોકાર ધમધમે છે, એટલે બુટલેગરો પણ રાજ્ય બહારથી ગુજરાતમા દારૂ મંગાવી ધંધો ધમધમાવતા હોય છે. ગુજરાતમા દારૂ ઘુસાડવા માટે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા અવનવી તરકીબો પણ અજમાવતા હોય છે, ત્યારે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દાહોદના રબડાલ વિસ્તારમાથી આઈશર ટેમ્પોમા એલોવેરાના જ્યુશની બિલ્ટી ઉપર લઈ જવાતો 20 લાખ ઉપરાંતની કિમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે. ત્યારે બંને રાજ્યોમાથી દાહોદ જિલ્લો પસાર કરી દારૂનો જથ્થો ગુજરાતમા ઘુસાડવામા આવતો હોય છે. ત્યારે દાહોદ એલસીબીની ટિમને બાતમી મળી હતી કે, એક આઈશર ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરી મધ્યપ્રદેશથી વડોદરા તરફ જનાર છે. જે મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમ, ઈન્દોર અમદાવાદ હાઇવે ઉપર દાહોદના રાબડાળ વિસ્તારમાં સતી તોરલ હોટલ નજીક વોચમા હતી. તે દરમિયાન એક આઈશર ટેમ્પો પસાર થતા પોલીસે તેને રોકી અંદર તપાસ કરતાં ટેમ્પામાંથી 20 લાખ 54 હજારની કિમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટેમ્પો સહિત કુલ 30 લાખ 59 હજાર ની કિમતનો મુદ્દામાલ કબ્જે કરી, ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂ નો જથ્થો કોને મંગાવ્યો, અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here