અરવલ્લી : મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં UGVCL ના બીલિંગ કર્મચારીના ઉદ્ધતાઈ ભર્યા વર્તનની લોકબૂમ ..

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા દર બે માસે રેસીડેન્ટ અને કોમર્શિયલના બિલો પહોંચાડવામાં આવે છે. પરંતુ કેટલાક તૂંડ મીજાજી કર્મચારીના લીધે બીજા અન્ય કર્મચારીઓ પણ બદનામ થવું પડે છે. જેમાં મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં મીટર રીડર લેવા આવતો એક કર્મચારી ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન કરતો હોવાની ગામમાં બુમ ઉઠી છે. આવા કર્મચારીને કર્મયોગીની તાલીમ આપવી જરૂરી છે.

કોમ્પ્યુટર યુગમાં પણ આવા તે જ દિમાગ રાખતા કર્મચારીઓની સાન ઠેકાણે લાવવા વિભાગના ઉચ્ચ અધિકારીએ આ મામલે ધ્યાન આપવું જરૂરી છે.
ગ્રાહક સાથે ઉદ્ધત વર્તન કરતા આ કર્મચારી સામે ugvcl કડકમાં કડક પગલાં લઈ કર્મચારીના સ્વભાવમાં સુધારો લાવશે કે પછી હોતી હૈ ચલતી હૈ .થી કામ ચાલી જશે તેવી નગર માં ચચૉ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here