અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે. મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવાઈ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમના ઇમ્પ્રૂવમેંટ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યુ

અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવામા આવી, અને તેમના દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ-ભિલોડાની મુલાકાત લેતા AFHRC,કિમોથેરાપી સેંન્ટર,એન્ટી રેબીસ ક્લિનિક,MCH વોર્ડ,ઇમરજન્સી વોર્ડ,જેવા તમામ વોર્ડને જરુરી માર્ગદર્શન આપવામા આવેલ તેમજ સરકારશ્રી દ્વારા SRS SYSTEM થી કરવાની થતી કામગીરી અંગે માહિતી મેળવી ડિજિટલ એપ્લીકેશન માધ્યમથી લાભાર્થીઓને યોગ્ય અને ઝડપી રેફરલ સેવાઓ મળી રહે તેની પારદર્શિતા અંગે સૂચનો કરેલ તેમજ જીલ્લાના તમામ CHC અને હાયર સેન્ટર ખાતે રેફરલ સિસ્ટમનું માર્ગદર્શન આપેલ, ભિલોડા તાલુકાનું મુનાઈ પીએચસીના હેલ્થ અને વેલનેસ સેંટર-નરસોલીના મમતા સેસનની મુલાકાત અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામા આવી. જીલ્લા કક્ષાના મંજૂર થયેલ હાલ મોડાસા ખાતે બાંધકામ કાર્યરત છે, તેવી સિવિલ હોસ્પિટલની મુલાકાત, જીલ્લા કક્ષાએ તમામ પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીની મીટિંગ કરવામાં આવી. મુલાકાત દરમ્યાન અને જીલ્લાની મિટિંગ બેઠક દરમ્યાન આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમ એવા સ્માર્ટ રેફરલ સેવાઓ અને પેશન્ટ કેર ઇમ્પ્રૂવમેંટ બાબતે વધુ ભાર આપી કામગીરી સુદ્રડ કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here