અરવલ્લી જિલ્લામાં પોષણ સુધા યોજના સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ બની

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લાની સગર્ભા અને ધાત્રી માતાઓ દરરોજ પોષણ યુક્ત ભોજન મેળવી તંદુરસ્ત બની

આદિવાસી વિસ્તારની સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત ખોરાક આપી કુપોષણ દૂર કરવામાં હેતુથી શરૂ થયેલી પોષણ સુધા યોજના ભિલોડા અને મેઘરજ તાલુકાની સગર્ભા અને ધાત્રી માતાઓ માટે અમૃત સમાન બની છે. સગર્ભા અને ધાત્રી માતાઓ આ યોજના હેઠળ મળતા પોષણયુક્ત ખોરાક તેમની નજીકની આંગણવાડીમાં મેળવે છે અને પોતાનું સ્વાસ્થ્ય ઉજ્જવળ બનાવે છે. આ યોજનાથી સગર્ભા અને ધાત્રી માતાઓના શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે. તેમના વજન અને લોહીમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.

અરવલ્લી જીલ્લામાં આદિજાતી ઘટકોમાં આંગણવાડી કેન્દ્રોમાં નોધાયેલ તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ આપવામાં આવે છે.મહિનાના કામ કાજના દિવસો દરમિયાન એક ટંકનો સંપૂર્ણ ભોજન (દરરોજ બપોરે) આપવામાં આવે છે.અરવલ્લીમાં મેધરજ અને ભિલોડા તાલુકાનો સમાવેશ થાય છે .

પોષણસુધા યોજનાના લાભાર્થી સરકારનો આભાર માનતા જણાવે છે કે હું દરરોજ ઘરે નવી વાનગી નહોતી બનાવતી પરંતુ આ યોજનાના કારણે તેમને દરરોજ આંગડવડી કેન્દ્ર પર રોટલી, શાક, દાળ – ભાત, લાપસી/સુખડી જેવી અલગ અલગ વાનગીઓ મળે છે. આ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત ખોરાક મેળવી તેમનું સ્વાસ્થ્ય સારું થયું છે. તેમનું વજન પણ પહેલા કરતા વધુ છે અને લોહીની ટકાવારી પણ સારી થઈ છે. આ યોજના સારું કરવા બદલ તેમને સરકારનો આભાર માન્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here