અરવલ્લી : ઇસરી પોલીસે મોડાસા ટાઉનના લક્ઝરી બસ ચોરીના ગુનાના આરોપી સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો..

ઇસરી, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ એસ.દેસાઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર તથા આપો.કોન્સ પ્રાંતકુમાર રમેશચન્દ્ર બ.નં ૩૩૭ તથા અ.પો.કો રાજેશભાઇ સોમાભાઇ બ.ન ૦૪૦૬ નાઓ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોડાસા ટાઉન પો.સ્ટે , નો મેસેજ મળેલ કે ગુરુકૃપા ટ્રાવેલ્સ લક્ઝરી બસ નંબર GJ.27.1.9900 ની મોડાસા ગોપી વલ્લભ એપાર્ટમેન્ટ સામે માલપુર રોડ ઉપરથી આજરોજ રાત્રીના સાડા ત્રણેક વાગ્યે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે જે અન્વયે મોડાસા ટાઉન પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૧૧૮૮૦૦૯૨૨૦૩૯૮ા ૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયેલ જે આરોપી તેમજ ચોર મુદ્દામાલ લક્ઝરી બસ નંબર GJ.27.1.9900 ની તપાસમાં રહેવા બાબતેનો મેસેજ મળેલ જે મેસેજ આધારે ઇન્ચાર્જ પો.ઇન્સ . ઇસરી તથા પોલીસ સ્ટાફના માણસો ઇસરી પો.સ્ટે . વિસ્તારમાં તપાસમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ઉપરોકત ચોર મુદ્દામાલની ચોરી કરનાર બે ઇસમો પૈકી એક ઇસમ કદવાડી ગામની સીમમાંથી મેવાડા પાદરડી ગામ તરફ ચાલતો જનાર છે જેવી મળેલ બાતમી હકીકત આધારે કદવાડી ગામે રોડ ઉપર સદરી ચોર ઇસમની વોચમાં હતા તે દરમ્યાન ચોર ઇસમ કદવાડી ગામે રોડ ઉપરથી ચાલતો ચાલતો આવતાં તેને કોર્ડન કરી પકડી પાડી પૂછપરછ કરતાં તેણે પોતે પોતાનુ નામ પપ્પુ રામલાલ થાવરાભાઇ જાતે કટારા ઉ.વ ૨૭ રહે ગલીંદર , તા વીંછીવાડા , જિ ડુંગરપુર નો હોવાનો જણાવેલ જેથી સદરી ચોર ઇસમને વિગતવાર પૂછપરછ કરતો સદરી પકડાયેલ ચોર ઇસમ તથા તેની સાથે તેનો મિત્ર મુકેશભાઇ ફતાભાઇ કલાસવા રહે.કાકરાડુંગરા તા.ખેરવાડા જી.ઉદેપુર નાનો બંને જણા આજરોજ રાત્રીના સાડા ત્રણેક વાગ્યે મોડાસા ખાતે માલપુર રોડ ઉપર ગુરૂકૃપા ટ્રાવેલ્સ લક્ઝરી બસ નં . GJ.27.1,9900 ની ચોરી કરી રાજસ્થાનમાં લઇ જતા હતા અને રાજસ્થાનની હદમાં બલણીયા ગામ નજીક લક્ઝરી બસ રોડની સાઇડમાં નીચે ઉતરી જતાં મુકેશભાઇ નાનો રાજસ્થાન બાજુ ચાલતો નીકળી ગયેલ અને હું પણ ત્યાંથી મોટીપડુલી ગામે થઇ મારી સાસરી રાજસ્થાન પાદરડી ગામે જવા સારૂ કદવાડી તરફ આવતો હતો તેવી હકીકત જણાવતો હોય જેથી સદરી ઇસમને તા .૧૭ / ૯ / ૨૦૨૨ ના કલાક ૨૨૪૩૦ વાગે સી.આર.પી.સી.કલમ -૪૧ ( ૧ ) આઇ મુજબ ડીટેઇન કરી ઉપરોક્ત ગુન્હાના કામે સદરી ચોર ઇસમ નો કબ્જો મોડાસા ટાઉન પો.સ્ટે . ખાતે સોપવામાં આવેલ છે . પકડેલ આરોપીનું નામ . ( ૧ ) પપ્પુ રામલાલ થાવરાભાઇ જાતે કટારા ઉં.વ ૨૭ રહે ગીંદર , તા વીછીવાડા , જિ ડુંગરપુર ( રાજસ્થાન )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here