છોટાઉદેપુર જીલ્લામાં ઓવરલોડ રેતી ભરી ફરતી ટ્રકો વિરૂધ્ધ કાર્યવાહી કરતી જીલ્લા ટ્રાફિક પોલીસ તેમજ આર.ટી.ઓ.છોટાઉદેપુર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શ્રી.સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં નદીમાંથી ઓવરલોડ રેતી ભરી ટ્રકો મોટાપાયે છોટાઉદેપુર જીલ્લામાંથી પસાર થતી હોય જેથી ઓવરલોડ ટ્રકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે શ્રી વિ.એન ચાવડા પો.સ.ઇ. જીલ્લા ટ્રાફિક શાખા તેમજ આર.ટી.ઓ અધિકારી શ્રી વાય.ડી.ચૈાધરી તેમજ સર્કિક શાખાના પોલીસ સ્ટાફ સાથે રાખી તા.૦૮/૦૫/૨૦૨૩ના રોજ બોડેલી પોસ્ટે વિસ્તારમાં બોડેલી થી નસવાડી જતા હાઇવે રોડ ઉપર રેતી ભરેલ ટ્રકોની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન ઓવરલોડ રેતી ભરીને વહન કરતી કુલ-૯ ટૂકો પકડી પાડવમાં આવેલ છે.તે ટ્રક ચાલકોને આર.ટી.ઓશ્રી નાઓએ કુલ-૯ કેસો કરી કુલ ૩,૧,૦૩૦૦૦/- (અંકે રૂ.એક લાખ ત્રણ હજાર) દંડ ફટકારવામાં આવેલછે
કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી (૧) વિ.એન ચાવડા પો.સ.ઇ. જીલ્લા ટ્રાફિક શાખા (૨) વાય.ડી.ચૈાધરી આર.ટી.ઓ ઇન્સ્પેકટર છોટાઉદેપુર (૩) હે.કો.નગીનભાઇ નારણભાઇ બ.નં- ૧૫ (૪) હે.કો.કમસીંગભાઇ નારસીંગભાઇ બર્ન-૭૨૮ (૫) પો.કો.મહેશભાઇ વિઠ્ઠલભાઇ બ.ન- ૩૨૧ (૬) પો.કો.નીફભાઇ રફીકભાઇ બ.ન- ૦૭૬ (૭) પો.કો.હરસીંગભાઇ ગણેશભાઇ બ.ન- ૨૬૮

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here