અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પંચમહાલ-ગોધરા દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

પાવાગઢ ફાયરિંગ બટ પર જવાનો ૧ નવેમ્બર થી ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ સુધી કરશે ફાયરિંગ પ્રેક્ટિસ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પંચમહાલ-ગોધરા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પંચમહાલ જિલ્લાના પાવાગઢ ફાયરીંગ રેન્જ તારીખ ૦૧/૧૧/૨૦૨૨ થી તા.૩૦/૧૨/૨૦૨૨ (બન્ને દિવસો સહિત) સેનાપતિશ્રી, રાજય અનામત પોલીસ દળ જુથ ૫, ગોધરાના યુનિટો માટે તથા રાજયના અન્ય પોલીસ દળો તથા મીલેટ્રી, એન.સી.સી., એરફોર્સ, એસ.આર.પી, યુનિટો માટે ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે રીઝર્વ રાખવાનું અને સદર જમીનમાં ઉક્ત સમય દરમ્યાન બહારના કોઈપણ અનધિકૃત શખ્સ દાખલ થવું નહિ તેમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ હુકમ અન્વયે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા એ.એસ.આઈ કે તેથી ઉપલા દરજ્જાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાના ભંગ કરનાર સામે ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવશે તેવું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here