નસવાડી તાલુકાની ચામેઠા દુધ ઉત્પાદક મંડળીએ 635 સભાસદોને ટ્રાઉઝર ટી શર્ટ વિતરણ કર્યા

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકામાં આવેલુ એક નાનકડુ ચામેઠા ગામ જયાં કેટલાક વર્ષોથી દુધ મંડળી ચાલે છે જેની શરૂઆત યાસીનભાઈ યાકુબભાઈ પટેલ દ્રારા કરવામાં આવી હતી હાલ આ દુધ મંડળીમાં સારો નફો અને દુધ ભરતા પશુપાલકોને આ ચામેઠા દુધ મંડળી હંમેશા મદદરૂપ બની છે જેમા પ્રમુખ ઇસ્માઇલભાઈ વલીભાઈ પટેલ અને મંત્રી યાસીનભાઈ યાકુબભાઈ પટેલ ની સારી એવી કામગીરીથી દુધ ભરતા સભાસદો પ્રભાવિત થયા છે અને આ મંડળીમાં દુધ ભરવાની ઇચ્છા ધરાવે છે અને દુધ ભરેછે અગાવ ૬૦૦ સભાસદો હતા અને હાલ ૬૩૫ સભાસદો છે જેમને મંત્રી એ નવીન ડ્રેસ મંડળીના લોગો છાપીને આપ્યા છે દરરોજ એકજ સરખા યુનિફોર્મ મા દુધ ભરવા આવતા સભાસદો જાણે ક્રિકેટ ટીમ જેવા દેખાય આવેછે અને ભારતીય પશુપાલક ની અલગ યુનિફોર્મ મા છાપ ઊભી કરીછે જેમા ચામેઠા દુધ ઉત્પાદક મંડળી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવા આશિર્વાદ સભાસદોએ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here