રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
સૌથી વધુ દેડિયાપાડા તાલુકામા 18 ઇંચ થી પણ વધુ વરસાદ જયારે સૌથી ઓછુ ગરુડેશ્વરમા માત્ર 5 ઇંચ
નર્મદા જિલ્લામા જોકે ગત વર્ષની સરખામણીમા આ વર્ષે 60 ઇંંચ જેટલો ઓછો વરસાદ
નર્મદા જિલ્લામા છેલ્લા ચાર દિવસથી મુશળાધાર વરસાદ વરસતા ચોમાસાની ઋતુ બેસયાનો જીલ્લાવાસીઓ અનુભવ કરી રહ્યા છે, છેલ્લા ચાર દિવસમાં જીલ્લાના તમામ તાલુકાઓમા સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સમગ્ર જીલ્લામા 46.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે . નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામા સોથી વધુ 18 ઇંચથી પણ વધુ વરસાદ ચાર દિવસ દરમ્યાન વરસ્યો હતો જેથી દેડિયાપાડા ખાતેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેની જનજીવન ઉપર સીધી અસર પડી હતી.દેડિયાપાડા પંથકમાં જયારે પણ વરસાદ વરસ્યો છે ત્યારે વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપનીની પ્રિમોનસુન કામગીરીની પોલ ખુલી જાય છે કલાકો સુધી વીજળી ડુલ થઇ હતી. વીજ કંપનીની પ્રિમોનસુન કામગીરીના ધજાગરા રાજપીપળા નગરમા પણ ઉડયા હતા, નગરમા કલાકો સુધી વીજળી ડુલ થવાની સાથે સીંંધીવાડ રબારી ફળીયા તરફે ધણા મકાનોમા ફોલ્ટ સર્જાતા ઇલેક્ટ્રિક ઉપકરણો બળ્યા હતા. વરસાદની જીલ્લાના તાલુકા વાઇસ વાત કરીએ તો વિતેલા ચાર દિવસ દરમ્યાન સૌથી વધુ દેડિયાપાડામા 456 મી.મી. સાગબારામા 240 મી. મી. નાંદોદમા 168 મી. મી. તિલકવાડામા 173 મી.મી. અને સોથી ઓછુ ગરુડેશ્વરમા માત્ર 134 મી મી. જ વરસાદ થયેલ છે. નર્મદા જિલ્લામા છેલ્લા ચાર દિવસથી મુશળાધાર વરસાદ વરસ્યો છે છતાં પણ આ ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન ખુબજ ઓછો વરસાદ વરસ્યો છે. આજદીન સુધી જીલ્લામા માત્ર 3048 મી.મી. જ વરસાદ થયેલ છે. જયારે આજની તારીખ સુધીમાં ગતવર્ષે જીલ્લા મા 5530 મી. મી. વરસાદ ખાબક્યો હતો. ગતવર્ષની સરખામણીમાં ચાલું ચોમાસાની સીઝન દરમ્યાન ઓછો વરસાદ વરસ્યો છે. છતાં જીલ્લામા આવેલ ડેમોમા પાણીનો જથ્થો સંગ્રહિત થતા તેમજ ખેતી લાયક વરસાદ થતાં ખેડુતોમા આનંદ જોવા મળી રહ્યો છે .
દેડિયાપાડા તાલુકાના કાકરાપાડા ગામમા ખાડી ના પાણી લોકોના ઘરોમા ઘુસતા ઘરવખરીને નુકશાન થયું હતુ, તેમજ ખેડુતોના ખેતરોમા પણ પાણી ભરાયા હતા નુ કાકરાપાડાના પ્રતાપભાઈ વસાવાએ જણાવ્યું હતું.