વેજલપુર પોલીસે જુગાર રમતા એકને ઝડપી પાડયો, ત્રણ ફરાર

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એચ નિસરતા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ખડકી ગામમાં આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલ સામે ખુલ્લા ખેતરમાં લીમડાના ઝાડ નીચે કેટલાક ઇસમો પાના પત્તાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમી આધારે પોલીસે પંચો રૂબરૂ રેડ કરતા ગોળ કુંડાળું કરી ચલણી નોટો થી પાના પત્તાનો હારજીતનો જુગાર રમતા કેટલાક માણસો પોલીસને જોઈને નાસવા લાગેલા પોલીસે દોડી ને એક ઈસમને પકડી પાડેલો એનું નામ રાજેશ ભાઈ ચંદુભાઇ રાઠોડ રહેવાસી દેલોલ હોવાનું જાણવા મળેલ પોલીસે દાવ પરના તથા અંગજડતીના રૂ ૩૪૦/તથા જુગારના સાધનો ઝડપી પાડી જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી ભાગી છુટેલા ત્રણ ઈસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here