NSS સાથે જોડાયેલા લો કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓ દ્વારા ઘોઘંબા તાલુકાના સજોરા ગામે વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું…

ઘોઘંબા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

કોરોનાના માનવભક્ષી કહેરના કારણે સમગ્ર વિશ્વ હચમચી ગયું છે,ભારતમાં પણ કોરોના વાયરસના સંક્રમણએ પોતાની પાંખો ફેલાવી દીધી છે જેના કારણે રોજ-બરોજ કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ભારત સરકારે કોરોનાના વધતા પ્રકોપ પર અંકુશ મેળવવા સમસ્ત દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું હતું અને હાલ લોકડાઉન ચારની અમલવારી ચાલી રહી છે, જ્યારે સરકાર દ્વારા જન હિતાર્થે સતત એક પછી એક લોકડાઉન અમલમાં મુકાતા ધંધા-રોજગાર સદંતર બંધ પડી ગયા હતા તેમજ રોજ-મજુરીકામ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવનારની હાલત કફોડો બની ગઈ હતી. તેમજ ગ્રામ્ય કક્ષાએ કોરોના વાયરસની અપૂરતી સમજણના કારણે અમુક લોકોમાં સામાજિક અંતરની પરિભાષા બેઅસર દેખાઈ રહી હતી અને ગ્રામ્યજનો ધંધા-રોજગારને લઇને ચિતાતુર રહેતા હતા માટે ગોધરા લો કોલેજના આચાર્યશ્રી ડો.અપૂર્વ પાઠક અને NSS પ્રોગ્રામ ઓફિસર ડો.સતીશ કુમાર નાગરના માર્ગદર્શન મુજબ NSS સાથે જોડાયેલા સ્વયંસેવક એવા લો કોલેજના વિદ્યાર્થી મહેશ બરિઆએ પોતાના મિત્ર મંડળના સહયોગથી ઘોઘંબા તાલુકાના સાજોરા ગામ ખાતે વિનામુલ્યે માસ્કનું વિતરણ કરી ગ્રામ્યજનોને કોરોના મહામારી વિશે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. તેમજ નિશાળ ફળિયામાં જનજાગૃતિને લાગતી માહિતી આપી ગ્રામ્યજનોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, મોઢા પર માસ્ક બાંધવું તેમજ વારંવાર હાથ ધોવા જેવી બાબતોથી અવગત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here