શહેરા તાલુકાના જૂની પાદરડી પ્રા.શાળા ખાતે વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જૂની પાદરડી પ્રા.શાળા ખાતે 10 ડિસેમ્બરને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવી હતી. ડૉ.કલ્પેશ આર.પરમારે જણાવ્યું હતું કે, દરેક માનવીને જન્મ સાથે જે અધિકારો તેવા અધિકારોને માનવ કહે છે. કે બીજા શબ્દોમાં કહીએ તો જે માનવીના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ સાથે સંબંધ હોય તે તમામને માનવીય અધિકારો માનવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ પછી 10 ડિસેમ્બર 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી. તેથી સમગ્ર વિશ્વમાં 10 ડીસેમ્બર ને વિશ્વ માનવ અધિકાર દિવસ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ સાથે ઉજવવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધમાં અમાનવીય અત્યાચારોની પરાકાષ્ઠાથી નિર્દોષ લોકોમાં ધૃણાના તેમજ દુઃખ હોવાથી દાયકાઓ સુધી વિશ્વ બહાર આવી શક્યું ન હતું. જેના પરિણામે યુનાઈટેડ નેશન્સે માનવ અધિકાર માટે વિશ્વના દેશોની 500 ભાષાઓમાં “મનુષ્ય” ગૌરવ જાળવી રાખવા ડિકલેરેશન લેટરથી માનવ રક્ષણની ઘોષણા કરી હતી.

ભારતીય બંધારણ ભાગ – 3 માં મૂળભૂત માનવીય અધિકારોમાં શિક્ષણ, આરોગ્ય, આર્થિક તેમજ સામાજિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રોટી, કપડાં, મકાન, જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ, વાણી સ્વતંત્રતા વગેરેથી મનુષ્યને વંચિત કે શોષિત કરી શકાય નહીં. ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર 1993 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. 12 ઓકટોબર 1993 ના રોજ “રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ” રચના કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓમાં સામજિક, સાંસ્કૃતિક અને ભૌતિક અધિકારી વિશે જાગૃતિ લાવવા પ્રાર્થના સભામાં ડૉ.કલ્પેશ આર.પરમારે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ માનવ અધિકાર સંબંધિત વર્તમાન પત્રના પેપર કટિંગ્સ એકઠા કરી સમૂહમાં વાંચન કરી પોતે જાગૃત થઈને સ્વ-રક્ષણ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here