કાલોલમાં કોરોના વિસ્ફોટ શુક્રવારે રાત્રે એક તથા શનિવારે એક સાથે છ. મળી કુલ સાત નવા કેસ

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલમાં ધીમે ધીમે કોરોનાનો ભરડો સમગ્ર નગરને ફરતે વિંટળાઈ રહ્યો છે. શુક્રવારે રાત્રે નવાપુરા વિસ્તારના વ્રજેશ કુમાર રજનીકાંત ગાંધી ઉંમર ૪૩ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળેલ છે ત્યારબાદ શનિવારે એક જ પરિવારના શેઠ ફળિયા ખાતે રહેતા અને સમીર ચશ્મા ઘર નામની દુકાન ધરાવતા રાહુલકુમાર સોની ઉં.૩૪, અભિષેક કુમાર સોની ઉ.૨૯, કુસુમબેન સોની ઉ.૫૯ ત્રણેયના કોરોના પોઝિટિવ આવ્યાની તંત્ર જાણકારી આપી હતી. આ ઉપરાંત બોરું ટર્નિંગ વિસ્તારમાં હીરાબેન ડાયાભાઈ પરમાર નામના મહિલા ઉંમર વર્ષ ૫૦ અને નવાપુરા વિસ્તારમાં કાંતિલાલ સોમેશ્વર પાઠક ઉ. ૮૦ વર્ષની ઉંમરના વૃદ્ધને તથા કાલોલ જીઆઇડીસી વિસ્તારમાં નિર્મળાબેન રાણા નામના ૭૦ વર્ષીય મહિલાને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા કાલોલ શહેર વિસ્તારમાં હડકંપ મચી જવા પામેલ નવાપુરા વિસ્તારમાં કુલ બે અને શેઠ ફળિયામાં નવા ત્રણ કેસ ઉપરાંત કાલોલ જીઆઇડીસી અને બોરુ ટર્નિંગના નવા વિસ્તારમાં કોરોનાનો પગપેસારો વધતા નગરજનો ચિંતાતૂર બન્યા કાલોલ શહેરમાં કોરોનાના કુલ ૪૪ કેસો નોંધાયા છે તથા કાલોલ તાલુકાના કુલ ૬૧ કેસો થયા છે. કાલોલ શહેરમાં ૪૪ કેસો પૈકી ૩ મોત, ૧૭ ડિસ્ચાર્જ અને હાલમાં ૨૪ કેસો સારવાર હેઠળ હોવાનું તંત્રએ જણાવ્યું હતું. કલોલ શહેરમાં ગત રાત્રે હાઉસિંગ સોસાયટીના વયોવૃદ્ધ જયંતીલાલ શંકરલાલ શાહ ઉ.૮૪ કોરોનાને મહાત આપી સ્વગૃહે પરત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ કાલોલ શહેરમાં ધીમે ધીમે કોરોના નો વિસ્ફોટ વધતા સમગ્ર નગરજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે .

કોરોનાને મહાત આપીને પરત ફરેલા વયોવૃદ્ધ જયંતીલાલ શાહની તસ્વીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here