૩૨- બાયડ વિધાનસભા બેઠકમાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ ” અવસર રથ” દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવાઇ

બાયડ, (અરવલ્લી) વસીમ શેખ :-

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતતા આવે તે માટે અવસર રથ અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યો છે. આજરોજ ચૂંટણી અધિકારી 32-બાયડ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી સાહેબ બાયડ દ્વારા *મતદાર જાગૃતિ(Sveep)* અંતર્ગત પંચશીલ વિદ્યાલય માધવકંપા, બાયડ ખાતે થી અવસર રથ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું… અવસર રથ બાયડ ના 2017 ની સામાન્ય ચૂંટણી માં 50%થી ઓછું મતદાન ધરાવતા બોરોલ(216-217), લાંક(212), બાયડ શહેર(194), જીતપુર(આંબલિયારા)(133)અને આંબલિયારા (123,124)ગામમાં તેમજ માલપુર તાલુકાના ટુણાદર(76), હેલોદર(58), માલપુર(52,53) સહિતનાં વિવિધ ગામોમાં અવસર રથે ભ્રમણ કરી લોકોને જાગૃત કર્યા હતા.આ અવસર રથ લોકોમાં મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવી રહ્યો છે.મતદાન  જાગૃતિ અંગેના અવસર રથમાં લોકોએ હું વોટ કરીશની સંમતિ દર્શાવતી સહી રથ ઉપર કરી હતી અને ઉત્સાહ પૂર્વક રથના વધામણાં કર્યા હતા.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની સક્રિય ભાગીદારીથી ઊંચું મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here