૧૨૪ શહેરા,૧૨૫ મોરવા હડફ,૧૨૬ ગોધરા તથા ૧૨૭ કાલોલ મત વિસ્તારના ચૂંટણી સબંધિત કુલ ૪૦૦થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર્સ કર્મચારીઓએ તાલીમ મેળવી

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા તાલીમ નોડલ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.ટી.મકવાણાની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ચૂંટણી સબંધિત કામગીરી માટે નિયુક્ત થયેલ ૧૨૪ શહેરા,૧૨૫ મોરવા હડફ,૧૨૬ ગોધરા તથા ૧૨૭ કાલોલ મત વિસ્તારના ચૂંટણી સબંધિત કુલ ૪૦૦થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા તાલીમ નોડલ અને પુરવઠા અધિકારીશ્રી એચ.ટી.મકવાણાએ સૌ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા કર્મચારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મતદાનના દિવસે પોલિંગ બુથ પર મોકપોલના સમયે માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી મહત્વપુર્ણ બની રહે છે.પોલિંગ બુથ પર સમગ્ર કામગીરી ઉપર ધ્યાન રાખી તમામે પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે અને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ધ્યાન રાખવાની બાબતો અંગે જાણકારી આપી હતી.

મતદાનના દિનની શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની માહિ‌તી અપાઈ હતી.ત્યારબાદ માઇક્રો ઓબ્ઝર્વર્સને મૂંઝવતા પશ્રોનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ તકે ગોધરા આઈ.ટી.આઈ માસ્ટર ટ્રેનર દ્વારા નિદર્શનરૂપી તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ તાલીમમાં લીડ બેંક મેનેજરશ્રી એસ.કે.રાઓ સહિત બેંક,એલ.આઇ.સી અને ચૂંટણીમાં નિમાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here