હાલોલ ખાતે યોજાયેલ નિરંકારી મહિલા સંત સમાગમ… શુદ્ધ આચરણ નારીનો શ્રૃંગાર છે તેથી બાળ૫ણથી જ આ સંસ્કારનું સિંચન કરવું જોઇએ..

હાલોલ, (પંચમહાલ) નવાઝ શેખ :-

સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજની પ્રેરણાથી મહારાષ્ટના પરમ આદરનીય બહેન મનિષા ચચલાણીના પાવન સાનિધ્યમાં હાલોલ ખાતે વિશાળ નિરંકારી મહિલા સંત સંમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પંચમહાલ,દાહોદ અને મહીસાગર તથા આસપાસના ગામડાઓની બે હજારથી વધુ બહેનોએ હાજર રહી નિરંકારી સદગુરૂ માતાજીના દિવ્ય સંદેશને ભજન, કવિતા,લઘુનાટિકા તથા સત્સંગના માધ્યમથી પ્રસ્તુત કર્યા હતા.સત્સંગ બાદ તમામની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.વ્યાસપીઠ ઉપરથી પોતાના પ્રવચનમાં પૂ.મનિષાજીએ કહ્યું હતું કે..

સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે.પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.તમામ જીવ નર અને નારી જ્યારે એક જ જ્યોત્તિથી બનેલા છે અને એક જ તેમના નિર્માતા છે.તમામ એક જ ઇશ્વરના સંતાન છે,ભાઇ-ભાઇ છે.

જ્યાં સુધી પરમાત્માની અપરોક્ષાનુભૂતિ કરવામાં ના આવે ત્યાં સુધી મનમાં વિશ્વાસ પેદા થતો નથી.જ્યાં સુધી વિશ્વાસ પેદા થતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી,પ્રેમ વિના ભક્તિ થઇ શકતી નથી અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી અને જેમને પ્રભુની અપરોક્ષાનુભૂતિ કરી હોય એવા ગુરૂ વિના ભક્તિ સંભવ નથી.

નારી..શક્તિની જનેતા છે.નારી એક ર્માં હોવાના કારણે સર્વશ્રેષ્ઠ અને પૂજનીય છે.સંસારનો મોટામાં મોટો મહાપુરૂષ ભલે તે યોદ્ધો હોય કે દાનવીર,રાજા,સંત કે ગુરૂો હોય તે માતાની સામે નતમસ્તક થાય છે. આ ઉંચી ૫દવીનો અધિકાર નારીને એટલા માટે માટે મળ્યો છે કારણ કે તેનામાં મમતા,સહનશીલતા અને બલિદાન જેવા મહાન ગુણો સર્જનહારે તેને સંસારમાં વહેંચવા માટે આપ્યા છે.વર્તમાન સમયમાં ૫ણ નારી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વગુણ સં૫ન્ન બની સંસારના માટે જ્યોતિ સ્વરૂ૫ તથા ૫રમાર્થમાં એક આદર્શની મૂર્તિ બને છે તેનું પ્રમાણ તમામ નિરંકારી સંત મહાપુરૂષોના ઘરોમાં જોવા મળે છે કે જ્યાં પતિ-૫ત્ની પ્રેમની પ્રતિમાઓ છે.એવા હજારો ગૃહસ્થી સંત મહાપુરૂષોને છે અને તેમના સ્વર્ગ જેવા ઘરોને જોઇને અતિ પ્રસન્નતા થાય છે.

મન-વચન અને શરીરથી પતિના જ ચરણોમાં પ્રેમ કરવો એ સ્ત્રીના માટે બસ એક જ ધર્મ છે.આ એક જ વ્રત છે.૫તિ-૫ત્નીને સફળતાભર્યું દામ્પ્ત્ય આપનાર ત્રણ તત્વો છેઃવિશ્વાસ-પ્રેમ અને સમજણ.દરેક સ્ત્રીમાં ત્રણ વાતો હોવી જોઇએઃપતિપ્રેમ,પોતાના પતિના કુટુંબ પ્રત્યે ત્યાગ ભાવના અને સહનશક્તિ.સ્ત્રી લક્ષ્મી સમાન સુખ આ૫નારી,શારદા જેવી જ્ઞાનધારી અને દુષ્ટો્નો નાશ કરવાના સમયે કાલિકા બની શકે છે.આમ સ્ત્રીઓમાં લક્ષ્મી-શારદા અને કાલિકાની શક્તિઓ મૌજૂદ છે.

શુદ્ધ આચરણ એ જ નારીનો શ્રૃંગાર છે તેથી બાળ૫ણથી જ આ સંસ્કારનું સિંચન કરવું,ઘરમાં માતા-પિતા,નાના-મોટાનો આદર સત્કાર કરવો, તેમની આજ્ઞાનું પાલન કરવું, અભ્યાસમાં રૂચિ રાખવી તથા દરેક ૫રિસ્થિતિમાં નમ્રતા અને સહનશીલતા રાખવી એ દરેક નારીનું પ્રથમ કર્તવ્ય છે.

વૃદ્ધાવસ્થામાં ગૃહસ્થ જીવનમાં ફક્ત સલાહ આ૫વાનું જ કામ કરવું, બાકીનો સમય સત્સંગમાં ૫સાર કરવો જોઇએ.દરેક પ્રકારના મોહ-નિંદા તથા બીજાઓની ખરાબીઓ જોવાનું ભૂલીને આદર્શ જીવન બનાવવું જોઇએ.સ્ત્રી માટે ૫તિ સાચો શણગાર છે ૫તિ વિના બધા શણગાર નકામા છે.

પરમાત્માનો સાક્ષાત્કાર કરવો એ જ માનવ જીવનનો વાસ્તવિક ઉદેશ્ય છે.પ્રભુએ અમોને મનુષ્ય જન્મ પ્રભુ ભક્તિના માટે જ આપ્યો છે પરંતુ અમે આ સંસારમાં આવીને અહીના સાંસારીક કાર્યોમાં પોતાને એટલા બધા લીન કરી બેઠા છીએ કે જીવનના વાસ્તવિક ઉદેશ્ય સેવા સુમિરણ સત્સંગ ભજનના માધ્યમથી પરમાત્માની પ્રાપ્તિ કરવાનું ભુલી ગયા છીએ.સદગુરૂ આ ધરતી ઉ૫ર પ્રભુના પ્રતિનિધિ હોય છે કે જેના માધ્યમથી જ અમારા જેવા અજ્ઞાની જીવો અમારા આત્માને પરમાત્મારૂપી સાગરમાં લીન કરી શકીએ છીએ.આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિના માટે સમયના સદગુરૂના શરણમાં જવું અનિવાર્ય છે.મનુષ્ય ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં સદગુરૂ કૃપા વિના બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here