હાલોલ : આગામી નવરાત્રિને લઈને પાવાગઢ ખાતે નવરાત્રી મેળા ૨૦૨૨નું ઉદ્દઘાટન કરાયું

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

સ્વસહાય જુથની બહેનો દ્વારા સ્વદેશી ઉત્પાદિત ચીજ વસ્તુઓના સ્ટોલ કરાયા ઊભા

આગામી તારીખ ૨૬ સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ધામધૂમથી નવરાત્રી ઉજવાશે તેના ભાગરૂપે નવરાત્રી મહોત્સવ ૨૦૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાંપાનેર પાવાગઢ ખાતે નવરાત્રી મેળા ૨૦૨૨નું ઉદ્દઘાટન કરાયું છે. નવરાત્રી પર્વને ધ્યાને રાખી જાહેર જનતા માટે જિલ્લાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત અવનવી ચીજ વસ્તુઓની ખરીદી કરે અને જૂથની બહેનોને આર્થિક રીતે સધ્ધર બનાવવાના ઉમદા આશયથી મહિલાઓની આજીવિકા અને સશક્તિકરણ માટે નવરાત્રી મહોત્સવ તારીખ ૨૧ સપ્ટેમ્બરથી તારીખ ૨૭ સપ્ટેમ્બર સુધી ચાંપાનેર,પાવાગઢ એસટી ડેપો ખાતે સ્વ સહાય જુથની બહેનો દ્વારા સ્ટોલ ઊભા કરાયા છે.

આ નવરાત્રી મેળાના ઉદ્દઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી રમેશભાઈ પરમાર,હાલોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહેંદ્રસિંહ ચાવડા,હાલોલ તાલુકા વિકાસ અધિકારીશ્રી તેજલબેન રાણા,ડી.એલ.એમશ્રી ભાવનાબેન બારીયા,એન.આર.એલ.એમ મિશન મંગલમ યોજના ડી.આર.ડીએના કર્મચારીઓ સહિત ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here