ગોધરા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના સહયોગથી ફૂડ બિઝનેસ ઑપરેટર ટ્રેનિંગ કેમ્પ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના સહયોગથી ઇન્ડિયન ફૂડ સોલ્યુશન અને ગ્રીન ગતિ દ્વારા અત્રેના જિલ્લાના મુખ્ય મથક ગોધરા, જીઆઇડીસી હોલ ખાતે ખાણીપીણીની વસ્તુઓ, ફરસાણનો વેપાર કરતા વેપારીઓ માટે ફુડ બિઝનેસ ઑપરેટર ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો.

વેપારીઓ અને ગ્રાહકોમાં આરોગ્યને લઈને જાગૃતતા ફેલાય અને દરેક વ્યક્તિનું આરોગ્ય સચવાઈ રહે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં વિડિયો પ્રેઝન્ટેશન સાથે ફુડ સેફ્ટી ઓન વ્હિલ્સની લેબોરેટરીમાં મરચું, તેલ, માવો,દૂધ,પાણી વગેરે ખાદ્યપદાર્થોનું ઓન ધી સ્પોટ ટેસ્ટીંગ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીશ્રી જી.સી તડવી, ફુડ ઇન્સપેકટરશ્રી મહેરા, ઇન્ડિયન ફૂડ સોલ્યુશન અને ગ્રીન ગતિના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here