હળવદ માર્કેટ યાર્ડ આજથી ફરી થયું ધમધમતું : પ્રથમ દિવસે ૧૦૦ખેડૂતોને બોલાવવામાં આવ્યા

હળવદ,

પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ

તકેદારીના ભાગરૂપે જીરૂના અને એરંડાના ૫૦-૫૦ વાહનો બોલાવવામાં આવ્યા

કોરોનાના વાયરસને પગલે હળવદ માર્કેટ યાર્ડને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું પરંતુ ગત ૧૮ એપ્રિલના રોજ હળવદ માર્કેટ યાર્ડ દ્વારા જુદા-જુદા બે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા હતા જેથી રજિસ્ટ્રેશન થયેલા ખેડૂતોને આજરોજ જીરુ અને એરંડા લઈને બોલાવવામાં આવ્યા હતા એ પણ તમામ નીતિનિયમોને જાળવી સોશ્યલ ડિસ્ટન્સ ખાસ કરીને જળવાઈ રહે તે હેતુ સાથે ૫૦ જીરું અને ૫૦એરંડાના વાહનોને બોલાવવામાં આવ્યા હતા આ અંગે મહેશભાઇ પટેલએ જણાવ્યું હતું કે હાલ માર્કેટયાર્ડમાં લિમિટેડમાં ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે જેથી સામાજિક અંતર જળવાય રહે માર્કેટયાર્ડ શરૂ થતાં ખેડૂતો પણ જણાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here