હળવદના દંતેશ્વર વિસ્તારને સેનિટાઈઝ કરાયું : કન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરવાની કવાયત…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદના દન્તેંશ્વર વિસ્તારમાં આજે પ્રથમ કોરોનાનો કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં ડીવાયએસપી રાધિકા ભારાઇ સહિતના અધિકારીઓ તેમજ મોરબી જિલ્લા આરોગ્યની ટીમે દોડી જઈને સઘન કામગીરી હાથ ધરી છે. તેમજ હળવદ પાલિકા દ્વારા હળવદના દન્તેંશ્વર વિસ્તારમાં પાલિકા દ્વારા સેનિટાઈઝેશન કરાયું હતું અને હાલ કન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરવાની કવાયત ચાલી રહી છે.
હળવદ દંતેશ્ર્વર દરવાજા વિસ્તારમાં રહેતા મહંમદ હુશેન અબ્દુલ લતીફ સુમરા ઉવ.60 વર્ષના વૃદ્ધનો આજે કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.ગઈકાલે માસ સેમ્પલ લલેવાયા હતા જેમાં હળવદના આ વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.જોકે તેઓ ગત તા.23 મેં ના રોજ એક દિવસ માટે વિરમગામ ગયા હતા.આ વૃદ્ધ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે અંગે આરોગ્ય તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે.જોકે હળવદ તાલુકા પાંચ તબબકના લોકોડાઉનમાં કોરોનાથી મુક્ત રહ્યો હતો અને હવે હળવદમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો છે ત્યારે તંત્રને સાવચેતીના પગલાં ભરવાની કામગીરી હાથ ધરી છે.જેમાં હળવદ પાલિકા તંત્ર દ્વારા દંતેશ્વર દરવાજા વિસ્તારને સેનેટાઈઝર કરવામાં આવ્યો હતો જોકે હળવદમાં પ્રથમ કેસ નોંધાતા આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંઘ,ડિવાય એસપી રાધિકા ભારાઈ મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વારેવડિયા, મામલતદાર વી.કે સોલંકી,પીએસઆઇ પી.જી પનારા,ચીફ ઓફિસર સાગર રાડિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવીન ભટ્ટી સહિતનાઓ દંતેશ્વર દરવાજા વિસ્તારમાં દોડી આવી આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here