સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૫૬૨ રજવાડાઓની ગૌરવગાથા રજુ કરતું ભવ્ય મ્યુઝિયમ આવનાર પેઢીને પ્રેરણા આપશે – વિજયભાઇ રૂપાણી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ગાંધીનગર ખાતે ગુજરાતની ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ- આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું અભિવાદન કરાયુ

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી- કેવડિયા ખાતે તૈયાર થનાર ૫૬૨ રજવાડાઓની ગૌરવગાથા રજુ કરતું ભવ્ય મ્યુઝિયમ આવનાર પેઢીને પ્રેરણા આપશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ૫૬૨ રજવાડાઓનો ઇતિહાસ રજુ કરતુ માહિતી સભર મ્યુઝિયમ બનાવવાની પહેલ રાજ્ય સરકારે કરી છે. જે તમામ દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે.
કેવડિયા ખાતે પ્રવાસે આવનાર એકતાનો ભાવ લઇને જાય તે ઉદ્દેશથી મુખ્ય પ્રવેશદ્વારને એકતા નગર નામ આપવામાં આવ્યું છે. રજવાડાઓનો ઇતિહાસ રજુ કરતા મ્યુઝિયમના નિર્માણ માટે રાજ્ય સરકાર અને રાજવી પરિવારોના અગ્રણીઓની કમિટી પણ બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ થનાર ૫૬૨ રજવાડાઓના મ્યુઝિયમ બદલ ગુજરાતની ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું આજે ગાંધીનગર ખાતે પાઘડી પહેરાવીને ઋણ સ્વીકાર કરી અભિવાદન કરાયુ હતું.
આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત ક્ષત્રિય સમાજની સંસ્થા અને આગેવાનોનો પરિચય કરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here